પૂર્વ CM ‘ઘરે’ આવ્યા:વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા, કહ્યું- કાયમ અહીં જ છું, અમારા પૂર્વજોએ પણ સત્તાનો ત્યાગ કરવાની તૈયારી દર્શાવી'તી તેમ મેં પણ સત્તાનો ત્યાગ કર્યો

રાજકોટ3 મહિનો પહેલા
વિજય રૂપાણી રાજકોટ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા.
  • નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના હોમટાઉન રાજકોટ આવી પહોંચ્યા છે. તેઓ સીધા જ પોતાના રાજકોટ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓના સ્વાગત માટે રાજકોટ ભાજપના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારે સત્તાનો ત્યાગ કરવાની તૈયારીઓ દર્શાવી હતી તે જ રીતે મેં પણ સત્તાનો ત્યાગ કર્યો છે.

ખૂબ હળવાશ અમે મુક્ત થઈને આવ્યો છું
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નવા મંત્રીમંડળની સોગંદવિધિ કરાવી પ્રથમ વખત રાજકોટ ઘરે આવ્યો છું. ખૂબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તેની બધી પ્રક્રિયાઓ મારા સાથે મંત્રીઓ અને મંત્રીમંડળના નવા મંત્રીઓને જવાબદારી સોંપીને આવ્યો છું. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે.

મોટી સંખ્યામાં લોકો સ્વાગત કરવા પહોંચ્યા.
મોટી સંખ્યામાં લોકો સ્વાગત કરવા પહોંચ્યા.

સત્તા પર હોઇએ કે ન હોઇએ કાર્યકરો જરૂર છીએ
વધુમાં જણાવ્યું હતું કે, આ તો રિલેક્સનો સમય છે. એકબીજાને દોડીને જવાબદારી સોંપતા હોય છે. આ ભાજપ જ કરી શકે. ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટનો ગુજરાતમાં પ્રયોગ કર્યો છે. બધાએ સહજ રીતે સ્વીકારી સત્તાનો ત્યાગ કર્યો છે. અમારી એક જ ભૂમિકા છે કે, સત્તા પર હોય કે ન હોય અમે કાર્યકરો જરૂર છીએ.