તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પ્રિન્સિપાલની બેઠક પર કાલરિયા અને ટીચર્સમાં રૂપાણી ફાઈનલ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિ.ની સિન્ડિકેટ , જનરલ બેઠક પર કોઠારી, રામાનુજ, ભીમાણી અને ચૌહાણ રીપિટ થશે

પ્રદેશ પ્રમુખે કોર્પોરેશનની ચૂંટણીમાં સગા-સબંધી, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ નહીં આપવા નિર્ણય લેવાયા. આ પોલિસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો લાગુ કરવામાં આવે તો 70%થી વધુ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો સહિતની જુદી જુદી બોડી સાફ થઇ જાય તેવી ભીતિ પ્રવર્તી રહી હતી પરંતુ મોટાભાગના વર્તમાન સિન્ડીકેટ સભ્યોને જ રીપીટ કરવા નિર્ણય કરાયો છે. જેમાં પ્રિન્સિપાલની બેઠક પર રાજેશ કાલરીયા, ટીચર્સની બેઠક માટે મેહુલ રૂપાણી ઉપરાંત જનરલ બેઠક માટે ભરત રામાનુજ, ગીરીશ ભીમાણી, પ્રતાપસિંહ ચૌહાણ અને ભાવિન કોઠારીને રીપીટ કરવા નિર્ણય લેવાયો છે.

આગામી તારીખ 23 મે પહેલા નવી સિન્ડીકેટની બોડીની રચના કરવા અને એપ્રિલમાં થનારી સિન્ડીકેટની ચુંટણી પહેલા જ સિન્ડીકેટ સભ્યો નક્કી કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવી રહ્યો છે. જેમ જુદી જુદી ફેકલ્ટીમાં ચેરમેન અને અધરધેન ચેરમેન બિનહરીફ થયા હતા અને સર્વાનુમતે વરણી થઇ હતી એવી જ રીતે સિન્ડીકેટ પણ ભાજપની સંકલનની મિટિંગમાં જ મહદંશે ફાઈનલ થયા હતા. જયારે તાજેતરમાં જ કોર્પોરેટર બનેલા નેહલ શુક્લ યુનિવર્સિટીની સિન્ડીકેટ માટેની દાવેદારી નોંધાવે તેવી સંભાવના નહીવત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો