કોમન મેન હળવાશના મૂડમાં:રૂપાણી CM પદ છોડ્યા પછી સંબંધીઓ, મેળાવડા અને સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત, 5 દિવસ રાજકોટમાં ધામા, ફૂટબોલને કીક મારી

રાજકોટ3 મહિનો પહેલા
રેસકોર્સમાં ફૂટબોલને કીક મારી વિજય રૂપાણીએ સ્પર્ધા ખુલ્લી મૂકી.
  • સાંજે અરવિંદ મણિયાર હોલમાં હાજરી આપી જૂના મિત્રોને મળશે

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી હળવાશના મૂડમાં હોય તેમ હવે સગા-સંબંધીઓ, મેળાવડા, મિત્રો અને સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યા છે. આજથી તેઓ રાજકોટમાં પાંચ દિવસ ધામા નાખશે. રોજ અલગ અલગ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે અને જૂના મિત્રોને મળી જૂની યાદો વાગોળશે. તેઓ હવે પરિવાર સાથે પણ સમય પસાર કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. કોમન મેનની ઓળખ ધરાવતા રૂપાણી હવે હળવાશના મૂડમાં જોવા મળી રહ્યા છે. આગામી શુક્રવારે રાજકોટમાં અલગ અલગ સામાજિક સંસ્થા દ્વારા ઋણ સ્વીકાર કરશે.

આજે રૂપાણી રાજકોટ આવ્યા
રૂપાણી આજે સવારે રાજકોટ આવ્યા છે. પાંચ દિવસની રાજકોટ મુલાકાતે આવ્યા છે. જેમાં તેઓ અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપશે તથા રાજકોટની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રૂપાણીના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તેમાં તેઓ ઉપસ્થિત રહેશે. આજે રેસકોર્ષ મેદાનમાં રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી. બાદમાં સાંજે અરવિંદભાઈ મણીયારના જન્મદિન નિમિતે યોજાયેલા સંગીતના કાર્યક્રમમાં હાજરી આપશે.

રૂપાણી સામાજિક કાર્યક્રમમાં વ્યસ્ત બન્યા.
રૂપાણી સામાજિક કાર્યક્રમમાં વ્યસ્ત બન્યા.

કાલે વોર્ડ નં.8ના કોર્પોરેટરના નવા કાર્યાલયને ખુલ્લું મૂકશે
કાલે વિજય રૂપાણી વોર્ડ નં.8ના કોર્પોરેટરના નવા અદ્યતન કાર્યાલયને ખુલ્લું મુકશે. તેઓના તા.6-7ના અન્ય કાર્યક્રમો હજુ ગોઠવાઈ રહ્યા છે. તેમજ 8 ઓક્ટોબરે તેઓના સન્માનમાંયોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં 9 ઓક્ટોબરે ગાંધીનગર જવા રવાના થશે.

રૂપાણીની હાજરીમા વજુભાઇએ પણ ફૂટબોલને કીક મારી.
રૂપાણીની હાજરીમા વજુભાઇએ પણ ફૂટબોલને કીક મારી.

અગાઉ 20થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી 18 દિવસ પહેલા હોમટાઉન રાજકોટ આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મા જન્મદિવસે 20 જગ્યાએ વિવિધ કાર્યક્રમોમાં વિજય રૂપાણી પહોંચ્યા હતા. શહેરના એરપોર્ટ રોડ પર આવેલી પેટ્રીયા સ્યુટ નામની હોટલમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભાજપના બે મહારથી વિજય રૂપાણી અને વજુભાઇ વાળા ગુફતેગો કરતા નજરે પડ્યા હતા. તેમજ આજી ડેમ ઓવરફ્લો થતા તેમના વધામણા કર્યા હતા. તેમજ પંડિત દિન દયાળની જન્મદિવસ નિમિત્તે આજીડેમ ખાતે દયાળજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.

બુધવારે બે મેદાન પર રમાનાર 10 મેચ
રેસકોર્સ મેદાન પર સુરેન્દ્રનગર-બરોડા, ભરૂચ-નવસારી, અમદાવાદ-મહેસાણા, નર્મદા-બોટાદ અને અમરેલી-મોરબી વચ્ચે મેચ રમાશે. જ્યારે રેલવેના મેદાન પર સુરત-પંચમહાલ, જામનગર-સાબરકાંઠા, મહીસાગર-ડાંગ, ગીર સોમનાથ-તાપી અને દાહોદ-અરવલ્લી વચ્ચે મેચ રમાશે.

અન્ય સમાચારો પણ છે...