રાજકોટ મહિલા ભાજપના અગ્રણી અને વોર્ડ નં. 9ના પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શિલુ અમદાવાદની હોસ્પિટલમાં લાંબી સારવાર બાદઅવસાન થયુ છે. જેને પગલે રાજકીય આલમમાં શોક છવાઈ ગયો છે. શહેરના મહિલા ભાજપ અગ્રણી રૂપાબેન શિલુ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા હતા. અને તેઓ જામનગર મહિલા મોરચાના પ્રમુખ હતા. રૂપાબેન 2015થી 2020 દરમ્યાન મહાનગર પાલિકાના કોર્પોરેટર હતા.
રૂપાબેન શિલુને મેયર ન બનાવતા રડી પડ્યા હતા
ઉલ્લેખનીય છે કે આજથી 4 વર્ષ પહેલા રૂપાણી સરકારમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે બીનાબેન આચાર્યની નિમણૂક થઇ હતી. મેયર માટે રૂપાબેન શિલુનું નામ પણ એક સમયે બહાર આવ્યું હતું. પરંતુ રૂપાબેન શિલુને મેયર ન બનાવતા લાગી આવતા તેઓ રડી પડ્યા હતા. એક તરફ બીનાબેન આચાર્ય મેયર બનાવતા ઉજવણીનો માહોલ હતો તો બીજીતરફ રૂપાબેન રડી પડતા લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.