કાર્યવાહી:રાજકોટ મનપાના કોન્ટ્રાક્ટર્સ ખોદકામમાં ખનીજચોરી ન કરે તે માટે નિયમો બન્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ મળી એટલે નિર્ણયનું કહ્યું પણ લોકલફંડ 10 વાર આ મુદ્દે ક્વેરી કાઢી ચૂક્યું છે

રાજકોટ મનપાએ રોડ રિપેરિંગ વખતે જે ખોદકામ થાય છે તે દરમિયાન જે સોફ્ટ મોરમ, હાર્ડ મોરમ, મેટલ નીકળે છે તે જથ્થો બારોબાર વેચી ખનીજચોરી થતી હોવાની ફરિયાદ મળતા મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાયા છે. જે માટે હાલ બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલને ફરિયાદ મળી હોવાથી કરાયાનું કારણ આપ્યું છે જો કે લોકલ ફંડ ઓડિટે ખનીજ મુદ્દે 10થી વધુ વખત ક્વેરી કાઢી છે જેનો જવાબ અપાયો નથી.

કમિશનરે જે નવા નિયમો હવે પછીના ટેન્ડરમાં ઉમેરવા માટે કહ્યા છે તેમાં ખોદકામ દરમિયાન જો સારી ગુણવત્તાના ખનીજ નીકળે તો તેને જે તે કામમાં જ વાપરવાના રહેશે અને તેની કોઇ ચૂકવણી મનપા કરશે નહિ. જો જે તે સ્થળે આ ખનીજનો જથ્થો વપરાય તેમ ન હોય તો અન્ય કામોમાં રિયુઝ માટે એકઠો કરવાનો રહેશે અને તેની નોંધ મેઝરમેન્ટ બુકમાં કરાશે નહીંતર વેસ્ટ તરીકે નિકાલ કરાશે. ત્રીજા નિયમમાં લખાયું છે કે, જો કોઇ કોન્ટ્રાક્ટર ખોદાણ કામમાં સારી ગુણવત્તાના ખનીજની ચોરી કરતા હોવાનું માલૂમ પડશે તો પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...