• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rule 139 Of Central Motor Vehicle Rules તો Traffic Police Cannot Issue Memo If Driver Does Not Show Documents On The Spot

જાણો આ કાયદો:સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સનો નિયમ 139ઃ ચાલક સ્થળ પર ડોક્યુમેન્ટ ન બતાવે તો ટ્રાફિક પોલીસ મેમો ન આપી શકે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિયમ મુજબ વાહનચાલક તેના ડોક્યુમેન્ટ 15 દિવસમાં રજૂ કરી શકે છે

રાજકોટમાં પોલીસે ચાલુ વર્ષના 271 દિવસમાં જુદા જુદા ટ્રાફિક નિયમો ભંગ બદલ કુલ રૂ.3,24,63,750ની રકમનો દંડ વસૂલ કર્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસ વાહન અંગેના ડોક્યુમેન્ટ માગે અને ચાલક સ્થળ પર ન બતાવે તો તે ગુનો બનતો નહીં હોવાનું સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ચાલક પાસે સ્થળ પર વાહનના ડોક્યુમેન્ટ ન હોય તો તે રજૂ કરવામાં માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. બાદમાં ચાલક 15 દિવસની અંદર તેના વાહનના ડોક્યુમેન્ટ પોલીસ કે આરટીઓ તંત્રને બતાવી શકે છે.

મેમોમાં સાક્ષીની સહી પણ જરૂરી છે
ટ્રાફિક પોલીસ હાલ જે રીતે મેમો ફાડે છે તો તેનો અર્થ એ નથી કે ચાલકે તુરંત જ દંડ ભરવો પડે. મેમો ફાડી દંડ વસૂલવા માટે કોર્ટનો કોઇ આદેશ નથી. તેમ છતાં જો ટ્રાફિક પોલીસ દ્વારા આ મુદ્દે મેમો આપવામાં આવે તો ચાલક ટ્રાફિક પોલીસ વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી શકે છે. એટલું જ નહીં ટ્રાફિક પોલીસ જ્યારે આ મુદ્દે મેમો ફાડે તો તેને એક સાક્ષીને સાથે રાખવો પડે છે. જેની મેમોમાં સહી કરવી પડે છે. સમરી ટ્રાયલ સમયે ટ્રાફિક પોલીસ સાક્ષીને કોર્ટમાં રજૂ ન કરે તો તેનો ફાયદો પણ વાહનચાલકને મળે છે.

સત્યતા કોર્ટ જ નક્કી કરી શકે
કાયદાથી સુનિશ્ચિત થયેલ અધિકારો અંતર્ગત કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલી હોય તો એ કાર્યવાહીની સત્યતા અને તથ્યતા નક્કી કરવાની સત્તા હંમેશાં કોર્ટ પાસે જ હોય છે. અદાલતનું હકીકતલક્ષી બાબતો અંગે ધ્યાન દોરી અને કાયદાકીય રીતે ન્યાય મેળવી જ શકાય છે. જો પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા તો આરટીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ક્ષતિ હોય, ગેરવાજબી હોય, અન્યાયી હોય, નિયમ અને કાયદાની વિરુદ્ધ હોય તો કોર્ટનો આશરો લઇ અને ન્યાય મેળવી શકાય છે.> ગજેન્દ્ર જાની, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...