તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:RTOનો ટ્રેક ખરાબ, 1000થી વધુ એપોઇન્ટમેન્ટ પાછી ઠેલાઈ, જૂની એપોઇન્ટમેન્ટની ટેસ્ટ 16મીથી લેવાશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેક પાંચ દિવસ માટે બંધ કરાયો છે. તારીખ 11થી 15 જૂન સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે અંદાજિત 1000થી વધુ અગાઉથી લીધેલી એપોઇન્ટમેન્ટ પાછી ઠેલાઈ છે. આ દિવસો દરમિયાન જે અરજદારોએ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ લીધી છે તેમણે પરિવહન વિભાગની વેબસાઈટ પરથી પોતાની નવી ડ્રાઈવિંગ ટેસ્ટની તારીખ મેળવી લેવાની રહેશે. પાંચ દિવસ સુધી રાજકોટ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલર માટેની ટેસ્ટ બંધ રહેશે.

ટ્રેકનું સમારકામ થયા બાદ સંભવત 16મીથી ફરી ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવશે. 11થી 15 જૂન દરમિયાન જે અરજદારોએ ડ્રાઈવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ લીધી છે તેવા અરજદારોએ પોતાની એપોઇન્ટમેન્ટની વિગતો www.parivahan.gov.in/driving licence related service/ gujarat/ application status પરથી જાણી શકાશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ફરી શરૂ થયા બાદ જૂની એપોઇન્ટમેન્ટના અરજદારોની ટેસ્ટ લેવાશે. આરટીઓમાં સતત પાંચ દિવસ સુધી ટ્રેક બંધ રહેવાનો હોવાથી 1000થી વધુ અરજદારોની ટેસ્ટ મોડી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...