ક્રાઇમ:આર.ટી.ઓ. એજન્ટ સહિત બે શખ્સ રૂ.5.28 લાખના દારૂ સાથે પકડાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા થોરાળામાં વિદેશી દારૂના કટિંગ સમયે મોડી રાતે પોલીસ ત્રાટકી

દિવાળીના તહેવાર નજીક આવતાની સાથે જ દારૂના ધંધાર્થીઓ શહેરમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા જંગી જથ્થો મગાવી રહ્યાં છે. ત્યારે શહેરના નવા થોરાળા-2માં બે મકાન વચ્ચેના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે મોડી રાતે દરોડો પાડ્યો હતો. આરોપીઓ ભાગી ન જાય તે માટે પોલીસે તકેદારી પૂર્વક ત્રાટકી હતી. ત્યાંથી બે શખ્સ મળી આવ્યા હતા.

અને તેમની પાસે વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી. સકંજામાં લીધેલા બંને શખ્સની પૂછપરછ કરતા નવા થોરાળા, રામનગર સોસાયટી-10માં રહેતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો શબ્બીર ઉર્ફે બોદુ સતાર ઓડિયા અને બીજો શિયાણી સોસાયટીમાં રહેતો રિક્ષાચાલક તૌફિક જાવિદ કાસમાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે ખુલ્લા પ્લોટમાં પડેલી વિદેશી દારૂની પેટીઓ ચેક કરતા વિદેશી દારૂની 750 એમએલની 756 બોટલ તેમજ 180 એમએલના 2256 ચપલા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.5.28 લાખનો વિદેશી દારૂ, એક મોબાઇલ તેમજ વિદેશી દારૂ લેવા આવેલા તૌફિકની ઓટો રિક્ષા મળી કુલ રૂ.5.93 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...