તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી ચેક:RTO સવારે 8 વાગ્યે ખૂલે, રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવાય છે.. !!

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે, સવારે 8 વાગ્યા બાદ અને રાત્રે 8 વાગ્યાની આ બન્ને તસવીર પુરાવો આપે છે કે સરકારે જે નવો નિયમ બનાવ્યો તેનું ઉલ્લંઘન થાય છે. - Divya Bhaskar
સવારે, સવારે 8 વાગ્યા બાદ અને રાત્રે 8 વાગ્યાની આ બન્ને તસવીર પુરાવો આપે છે કે સરકારે જે નવો નિયમ બનાવ્યો તેનું ઉલ્લંઘન થાય છે.
  • નવા નિયમ મુજબ સવારે 6-30 કલાકે કચેરી ખોલી રાત્રે 9-30 કલાક સુધી ચાલુ રાખવાની હોય છે

આરટીઓમાં ટેસ્ટ ડ્રાઈવમાં એક-એક મહિનાના વેઈટિંગ ઘટાડવા તાજેતરમાં જ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય વહેલી સવારે 6.30થી રાત્રે 9.30 સુધી કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ આરટીઓમાં પણ આ નિયમ અમલી કરી દેવાયો છે, પરંતુ આરટીઓના સ્ટાફને જાણે આ સમય સેટ નહીં થતો હોય આરટીઓ ઓફિસ સવારે 6.30ને બદલે 8 વાગ્યા બાદ ખૂલે છે અને રાત્રે પણ 9.30 વાગ્યા સુધી ખુલ્લું રાખવાને બદલે 8 વાગ્યામાં કચેરી બંધ કરી દેવાય છે. નિયમ કરતા મોડી ઓફિસ ખૂલે અને વહેલી બંધ થઇ જવાને કારણે કેટલાક અરજદારોને મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ ઊઠી છે.

રાત્રે
રાત્રે

આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે છેલ્લા ઘણા સમયથી એક-એક મહિનાનું વેઈટિંગ હોવાને કારણે અરજદારોને ટેસ્ટ માટે રાહ જોવી પડતી હતી. વેઈટિંગ ઓછું કરવા માટે સરકારે વહેલી સવારથી રાત સુધી કચેરી ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે. આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં કરાય છે. પ્રથમ શિફ્ટ સવારના 6થી બપોરે 2.15 સુધીની અને બીજી શિફ્ટ બપોરે 2.15થી રાતે 9.30 સુધીની હોય છે.

સવારે 6 વાગ્યાથી વેરિફિકેશનની કામગીરી શરૂ કરી દેવાની હોય છે પરંતુ હાલ વહેલી સવારે આરટીઓમાં સિક્યુરિટી ગાર્ડ પણ હોતા નથી, અરજદારને કચેરીના ગેટ પર લાગેલા તાળાં જોઈને પરત ફરવું પડે છે. આરંભે શૂરાની જેમ થોડા દિવસ નિયમ મુજબ વહેલી સવારથી મોડીરાત સુધી કચેરી ચાલુ રખાઈ ત્યારબાદ નિયમનો ઉલાળ્યો કરી દેવાયો.

અરજદાર 6.30 કલાકે ટેસ્ટ આપવા આવ્યા, એજન્ટે કહ્યું, 8 વાગ્યે ખૂલશે
ગુરુવારે વહેલી સવારે આરટીઓમાં ટેસ્ટ ડ્રાઈવ આપવા એક મહિલા અરજદાર પહોંચ્યા ત્યારે કચેરીના ગેટ પર તાળાં મારેલા હતા. અરજદારે તુરંત જ તેના એજન્ટને ફોન કરીને કહ્યું કે, 6.30થી 7.30ના સ્લોટમાં એપોઇન્ટમેન્ટ બુક કરી છે પરંતુ કચેરી હજુ બંધ છે, ત્યારે એજન્ટે અરજદારને કહ્યું કે કચેરી 8 વાગ્યા બાદ ખૂલશે ત્યારે આવજો. વહેલી સવારના સ્લોટની ટેસ્ટ ડ્રાઈવ એકસાથે લેવાય છે.

બે શિફ્ટમાં નિયમિત કામગીરી થાય છે, અરજદારોને મુશ્કેલી નહીં પડે
સમયનો નવો નિયમ અમલી થયા બાદ રાજકોટ આરટીઓમાં બે શિફ્ટમાં કામગીરીની વહેંચણી કરી દીધી છે. સ્ટાફને આવતા ક્યારેક મોડું થયું હશે પરંતુ ટેસ્ટની કામગીરી નિયમિત જ ચાલે છે. છતાં કોઈ અરજદારને સમસ્યા થઇ હોય તો આરટીઓનો સંપર્ક કરે, તમામ સમસ્યાનું નિવારણ લવાશે. - પ્રતિક લાઠિયા, ઇન્ચાર્જ આરટીઓ

અન્ય સમાચારો પણ છે...