તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાહનમાં પસંદગીના નંબરનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. મનગમતા નંબર મેળવવા માટે શોખીનો લાખો રૂપિયા ખર્ચવા લાગ્યા છે. લોકડાઉન દરમિયાન છેલ્લે આઠ માસથી વાહનોની નવા નંબરોની સિરિઝ બંધ હતી. લોકડાઉન બાદ પ્રથમ વખત ખુલેલી સિરીઝ GJ03LRમાં રાજકોટ આરટીઓને સૌથી વધુ નવડી એટલે કે 0009 નંબરની 9 લાખ રૂપિયાની આવક થઇ છે જ્યારે એક્કા એટલે કે 0001 નંબરના રૂ. 6.45 લાખની આવક થઇ છે. 7777 નંબરની 4.17 લાખની આવક થઇ, 0111નંબરના 3.63 લાખ, 9999 નંબરના 3.26 લાખ, 0099 નંબરના 2.27 લાખની આવક થઇ છે.
વાહનોની સંખ્યામાં દિનપ્રતિદિન વધી રહી છે. વાહનની નંબર થકી ઓળખ ઊભી કરવા 0001,1111, 2222, 0009, 9999, 007, જેવા અનોખા પસંદગીના નંબરો મેળવવા આરટીઓ કચેરીમાં વાહનશોખિનો અરજીઓ કરે છે અને નિયત ફી ચૂકવે છે.વાહનમાં પસંદગીના નંબરોના વધતાં જતાં ક્રેઝને લીધે આરટીઓની વધારાની આવક કરોડો સુધી પહોંચે છે.
ક્યો નંબર કેટલા રૂપિયામાં વેચાયો
નંબર | કિંમત |
9999 | રૂ. 9,00,000 |
1 | રૂ. 6,45,000 |
7777 | રૂ. 4,17,000 |
111 | રૂ. 3,63,000 |
9999 | રૂ.3,26,000 |
99 | રૂ. 2,27,000 |
999 | રૂ. 1,51,000 |
11 | રૂ.1,26,000 |
303 | રૂ. 1,01,000 |
1008 | રૂ. 96,000 |
5555 | રૂ. 90,000 |
1111 | રૂ. 88,000 |
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.