કાર્યવાહી સામે આક્રોશ:રાજકોટ RTOએ 6 સ્કૂલવાન ડિટેન કરી, ચાલકોએ કહ્યું - સિટી બસ ડિટેન કરો!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિટીબસ અને એસ.ટી બસમાં પણ ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડાય છે
  • વાનચાલકો આજે કલેક્ટરને રજૂઆત કરશે

કોરોનાના કેસ વધવાની સાથે વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થતા જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડતા સ્કૂલવાન ચાલકો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા બાદ આરટીઓએ શનિવારે 10 સ્કૂલવાન, 2 સ્કૂલ રિક્ષા અને 1 સ્કૂલ બસ ડિટેન કરી હતી.

સોમવારે આરટીઓ તંત્રએ વધુ 6 સ્કૂલવાન ડિટેન કરી હતી અને પ્રત્યેક વાનચાલકને રૂ. 5થી 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જેની સામે વાનચાલકોએ કહ્યું હતું કે, માત્ર સ્કૂલવાન ચાલકો જ નિયમ ભંગ નથી કરતા, રાજકોટની સિટીબસ અને એસ.ટી. બસમાં પણ ક્ષમતા કરતા વધુ મુસાફરો ખીચોખીચ ભરી દેવાય છે તો આરટીઓ માત્ર વાનચાલકોને જ ટાર્ગેટ કરવાને બદલે સિટીબસ અને એસ.ટી. બસ પણ ડિટેન કરે. આ અંગે સ્કૂલવાન એસોસિએશન આજે કલેક્ટરને પણ રજૂઆત કરશે.

શનિવા૨ે ૨ાજકોટ આ૨ટીઓ તંત્રએ 13 જેટલી સ્કૂલ ૨િક્ષા અને સ્કૂલવાન ડિટેન ક૨ી હતી અને નિયત ક૨તા વધુ સંખ્યામાં બાળકો બેસાડવા બદલ આવા સ્કૂલ વાહનોના ધા૨કોને દંડ ફટકા૨વામાં આવ્યો છે. ડિટેન ક૨ાયેલા 13 વાહન પૈકી 7 વાહનધા૨કોને રૂ.50 હજા૨નો દંડ ફટકા૨વામાં આવ્યો છે જ્યા૨ે હજુ 6 વાહન સામે દંડાત્મક કાર્યવાહી તોડાઈ ૨હી છે. પ્રત્યેક વાનચાલકોને રૂ.5થી 13 હજારનો દંડ ફટકારવામાં આવતા વાનચાલકો પણ રોષે ભરાયા હતા. જો દંડ નહીં ભરે તો વાન નહીં છોડવામાં આવે તેવું જણાવાયું હતું. જેના ઉપર ધંધો ચાલે છે એ વાન જ કબજે કરી લેતા કેવી રીતે કમાણી કરીને દંડ ભરવો તેવો પ્રશ્ન પણ વાનચાલકોએ ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...