ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ:રાજકોટમાં સરકારી નિયમ મુજબ RT-PCR ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ,24 થી 36 કલાકમાં ટેસ્ટનો રિપોર્ટ આવશે

રાજકોટ6 મહિનો પહેલા
ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની તસવીર
  • ભાજપ દ્વારા રેસકોર્સના મેદાનમાં ગરીબોને આ ટેસ્ટ નિઃશુલ્ક કરાવે તેવી વ્યવસ્થા

રાજકોટમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.હાલ કોરોનાનો કહેર વધતો જાય છે પરંતુ તેની સામે સુવિધાનો બહુ અભાવ જોવા મળી રહ્યો છે, આવા સમયે રહી રહીને સત્તાધીશો જાગ્યા છે અને લોકોને સગવડતા મળે તે માટે આ પ્રકારનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં RT-PCR ટેસ્ટ માટે પણચાર ચાર દિવસનું લેબમાં વેઇટિંગ હતું, આ ઉપરાંત ટેસ્ટિંગ રિપોર્ટનો પણ ભરાવો થઈ ગયો હતો. હાલ મનપા દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. એવામાં મ્યુનિ. કોર્પોરેશને પ્રાઈવેટ લેબ સાથે મળીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરાઈ છે. આ ટેસ્ટનો રિપોર્ટ 24 થી 36 કલાકમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ગરીબોને આ ટેસ્ટ નિઃશુલ્ક કરાવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રેસકોર્સમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે રેસકોર્સ ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. ટેસ્ટિંગ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ જ લેવામાં આવશે. તેમ મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ માહિતી આપી હતી. સાથે જ શહેરીજનોની ઝડપથી ટેસ્ટિંગ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ગરીબો માટે ટેસ્ટ નિઃશુલ્ક થાય તેવી વ્યવસ્થા - કાનગડ
વધુમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, લેબોરેટરીમાં લોકોની લાઈનો લાગતી હતી, જેથી લાઈનો ઓછી કરવા માટે ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવે, એના માટે ખાનગી લેબના માધ્યમથી આખું કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યુ છે. લોકો અહીં આવીને રજિસ્ટ્રેશન કરી શકે છે. માત્ર 5થી 10 મિનિટમાં જ તેમનાં સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવે છે. ​​​​​​અને ખાસ તો ગરીબ દર્દીઓ માટે આ ટેસ્ટ વિના મુલ્યે કરી દેવામાં આવશે. જ્યાં 700 રૂપિયાનો ચાર્જ એક વ્યક્તિ દીધી વસુલ થશે તે ચાર્જ શહેર ભાજપ દ્વારા ચુકવવામાં આવશે. અહીં એક હજાર જેટલા ટોકન આપીને ગરીબો માટે આ ટેસ્ટ નિઃશુલ્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પગલું માનવતા માટે ભરવામાં આવ્યું છે.

ગરીબો માટે ટેસ્ટ નિઃશુલ્ક થાય તેવી વ્યવસ્થા - કાનગડ
ગરીબો માટે ટેસ્ટ નિઃશુલ્ક થાય તેવી વ્યવસ્થા - કાનગડ
અન્ય સમાચારો પણ છે...