તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજી સસ્તા થયા:યાર્ડમાં રૂ. 2 થી 10ના કિલો લેખે વેચાતા શાક બજારમાં રૂપિયા 30 લેખે વેચાય છે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષે ભાવ રૂ.50થી 80 હતો, વરસાદ ખેંચાતા વાવેતરમાં થતો બગાડ અટક્યો

વરસાદ ખેંચાતા શાકભાજીના વાવેતરમાં થતો બગાડ અટક્યો છે. પરિણામે શાકભાજીના ભાવ તળિયે ગયા છે. ગત વર્ષે ચોમાસામાં યાર્ડમાં શાકભાજી રૂ.50 થી 70 ના કિલો લેખે વેચાતું હતું તે અત્યારે રૂ.30ના કિલો લેખે વેચાઈ રહ્યું છે. સ્થાનિક શાકભાજીની આવક પૂરતા પ્રમાણમાં હોવાથી આંતરરાજ્ય આવક પરનો આધાર ઘટી ગયો છે.

જોકે યાર્ડમાં રૂ.2 થી 10ના કિલો લેખે વેચાતા શાકભાજી સામાન્ય ગ્રાહક સુધી પહોંચે તો તેનો ભાવ ત્રણ ગણો વધી ગયો હોય છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો શાકભાજીના ભાવ કિલોના લેખે રૂ.30 વસૂલાઈ રહ્યા છે. હાલ નવા બટેટાની આવક બંધ છે. માટે જ્યાં સુધી નવી આવક નહિ થાય ત્યાં સુધી સંગ્રહ કરેલા જ બટેટા ખાવા પડશે. જોકે બુધવારે યાર્ડમાં બટેટાનો ભાવ રૂ. 5 થી 12 ના કિલો લેખે બોલાયો હતો.

શાકભાજીયાર્ડમાં ભાવછુટક ભાવ
રીંગણા3- 1020 - 30
ટમેટાં15-2030 - 40
કોબીજ10-1520 -30
ફ્લાવર20-2540-50
ભીંડો10-1520 -30
ગુવાર20-3025 - 40
કારેલા10-2030 -40
સરગવો30-4050 -60
ગાજર15-2030-50
ડુંગળી5-2030 -50
લીંબુ15-2030થી40

(નોંધ: શાકભાજીનો ભાવ કિલોમાં છે)

કોથમરીમાં સ્થાનિક અને એમ.પી બન્નેની આવક ચાલુ, એક કિલોનો ભાવ રૂપિયા 10
સામાન્ય રીતે વરસાદની સિઝનમાં કોથમરી એમ.પી. થી આવે છે. થડમાં રહેલી માટીને કારણે કોથમરી રાજકોટ આવે ત્યાં સુધીમાં તે અડધો અડધ બગડી જાય છે. તેનો ભાવ છૂટક માર્કેટમાં એક પુરિયાના 15 થી 20 વસૂલાય છે, પરંતુ આ વખતે એમ.પી અને સ્થાનિક બન્ને વાવેતર વધુ હોવાને કારણે કોથમરી રૂ.10ની કિલો લેખે વેચાય છે.

ગૌશાળા, સંસ્થાને શાકભાજી વિનામૂલ્યે અપાયું
યાર્ડમાં સ્થાનિક શાકભાજીની આવક મબલખ છે, પરંતુ કોઈ લેવાલી ન હોવાથી બુધવારે 10 વાહન ભરાઈ તેટલું શાકભાજી ગૌશાળા,પાંજરાપોળ અને ગરીબોને જમવાનું પૂરું પાડતી સંસ્થાઓને આપી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...