તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રૂ. 1552.11 લાખના ખર્ચે ચાર નવા બસ સ્ટેન્ડ બનશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ અને જામનગર એસટી ડિવિઝન હેઠળ નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયું

રાજકોટ અને જામનગર એસટી બસ વિભાગ હેઠળ આગામી દિવસોમાં રૂ. 1552.11 લાખના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનશે.જેમાં જામનગર એસટી ડિવિઝન હેઠળ દ્વારકા અને રાજકોટ ડિવિઝન હેઠળ બનનારા વાંકાનેર, મોરબી અને સરધાર બસ સ્ટેન્ડનું શુક્રવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોરબીમાં 21245.00 ચોરસ મીટર જમીનનો વિસ્તાર હશે. જ્યારે બાંધકામ 1568.00 ચોરસ મીટરનો હશે. જેમાં કુલ 15 પ્લેટફોર્મ હશે. આ બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, વેઈટિંગ હોલ, સ્ટુડન્ટ પાસ, રિઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલરૂમ સહિતની સુવિધા હશે.

બસ સ્ટેન્ડ બન્યા બાદ 300 બસનું અવાગમન થશે. જ્યારે વાંકાનેરમાં બનનારા બસ સ્ટેન્ડનો વિસ્તાર 19284.00 ચોરસ મીટર રહેશે. બાંધકામનો વિસ્તાર 967.52 ચોરસ મીટરનો હશે અને પ્લેટફોર્મની સંખ્યા 8 રહેશે. રોજ 100 બસનું અવાગમન થશે. રોજ દૈનિક 2 હજાર મુસાફરો બસનો લાભ લઈ શકશે. વીરપુરમાં નવા બનનારા પ્લેટફોર્મની સંખ્યા 9ની રહેશે અને કુલ 7042.00 ચોરસમીટરમા નવું બસ સ્ટેન્ડ બનશે. જ્યારે બાંધકામ વિસ્તાર 704.94 ચોરસ મીટરનો રહેશે.

આ બસ સ્ટેન્ડમાં તમામ સુવિધા હશે અને અંદાજિત રોજ 2500 મુસાફરો મુસાફરીનો લાભ લઇ શકશે અને દૈનિક બસનું અવાગમન 500ની રહેશે. સરધાર બસ સ્ટેન્ડમાં વેઈટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, ઈલેકટ્રીક રૂમ, વોટર રૂમ, દિવ્યાંગ વ્યકિત માટે સ્લોપિંગ રેમ્પ સહિતની સુવિધા હશે. કુલ 1100 ચોરસ મીટરની જમીન વિસ્તારમાં આખું પ્લેટફોર્મ બનશે અને 4 પ્લેટફોર્મમાં 100 બસનું આવાગમન થશે. રોજ 4000 મુસાફરો મુસાફરીનો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...