તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કમ્પ્યૂટર સાયન્સ માટે રૂ.5 કરોડ અને IQACના ડેટા સેન્ટરને રૂ.4 કરોડ ફાળવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અલગ-અલગ યુનિવર્સિટીના વિવિધ પ્રોજેક્ટ માટે સોમવારે ઓનલાઇન મિટિંગ યોજાઇ હતી જેમાં કુલપતિ ડો.નીતિન પેથાણીના પ્રેઝન્ટેશનને ધ્યાનમાં લઇ ઉચ્ચ શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યૂટર સાયન્સના નવા બિલ્ડિંગ માટે રૂ.5 કરોડ, IQACના નવા ડેટા સેન્ટર માટે રૂ.4 કરોડ મળી કુલ રૂ.10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી.

કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ વિભાગે સોમવારે અલગ-અલગ યુનિવર્સિટીમાં ફાળવેલી ગ્રાન્ટ પૈકી કેટલી ગ્રાન્ટ વપરાઇ, કેટલા કામો પૂરા થયા, કેટલી વાપરવાની બાકી છે તેના રિવ્યૂ માટે બેઠક યોજી હતી જેમાં મને ઓનલાઇન જોડાવવાની મંજૂરી આપી હતી. બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યૂટર સાયન્સના નવા બિલ્ડિંગ માટે અને આઇક્યુએસીના નવા ડેટા સેન્ટર માટે મંજૂરી અપાઇ હતી. અગાઉ મંજૂર પ્રોજેક્ટ જેવા કે લાઇબ્રેરીની નવી બિલ્ડિંગ, હેલ્થ સેન્ટર સહિતના વિવિધ બિલ્ડિંગોની 30 ટકા ગ્રાન્ટ ફાળવી હતી જેની અન્ય 70 ટકા ગ્રાન્ટ મંજૂર કરવા રજૂઆત કરતા રૂ.20 થી 22 કરોડ ફાળવવામાં પણ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...