તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:સિંગતેલમાં રૂ. 40 વધ્યા, ડબ્બો રૂ.2480નો થયો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાઇનાએ હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળતા ઊંચા ભાવે સોદા પડ્યા

સિંગતેલના ભાવમાં મે માસના અંતમાં રૂ.150નો ભાવ ઘટાડો થયો હતો. બે દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ ગુરુવારે ફરી પાછો ભાવ ઉછળ્યો હતો. ડબ્બે રૂ.40નો ભાવવધારો આવતા સિંગતેલનો ડબ્બો રૂ.2480એ પહોંચ્યો હતો. આ સિંગતેલનો ડબ્બો રૂ. 2500ની સપાટીએ પહોંચવામાં રૂ. 20નું જ છેટું રહ્યું હતું. ભાવવધારા માટે ઓઈલ મિલરો કારણ આપે છે કે, ચાઈનાએ હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી છે અને ઊંચા ભાવે સોદા પડ્યા. ચાઇના સાથે સિંગતેલના રૂ.1850 ડોલરના ભાવે સોદા થયા છે.

એક તબક્કે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1325 થઈ ગયો હતો. બુધવારે આ સિંગતેલ લૂઝમાં રૂ.1450ના ભાવ પડ્યા હતા. જ્યારે કપાસિયા વોશમાં 1375-1380 ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી ચાઇનાએ પોતાની ખરીદી બંધ કરી દીધી હતી. ત્યારબાદ અચાનક ફરી ખરીદી શરૂ કરી હતી અને આ ખરીદી હાજર ડિલિવરી- ભાવની હતી. ચાઇના તરફની ખરીદી નીકળતા તેની અસર સૌરાષ્ટ્રમાં વર્તાઈ હતી અને સૌરાષ્ટ્રમાં તેલની ખરીદીમાં તેજી નીકળી હતી. સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલમાં ભાવ વધ્યા હતા. કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 50નો ભાવવધારો થયો હતો અને ડબ્બો રૂ. 2295થી વધીને રૂ. 2345નો થયો હતો. જ્યારે સાઈડ તેલમાં સ્થિર વલણ હતું. સનફ્લાવરમાં રૂ. 2460, કોર્ન ઓઈલ રૂ.2100, સરસિયું રૂ. 2280, કોપરેલ રૂ.3140, દિવેલમાં રૂ. 1770 ના ભાવે સોદા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...