તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સાડીની દુકાનમાંથી રૂપિયા 1.90 લાખ રોકડની ચોરી, ઉપરના રૂમની બારી તોડી તસ્કરો ઘૂસ્યા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરના ગીતાનગર મેઇન રોડ પર રહેતા અને ગાયત્રીનગરમાં શ્રીનાથ નામની સાડીની દૂકાન ધરાવતાં દેવીલાલ શંકરલાલ કુમાવતે (ઉ.વ.42) ચોરીની ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દેવીલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.23ના રાત્રીના 9.45 વાગ્યે દૂકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા અને તા.24ના સવારે નિત્યક્રમ મુજબ 9 વાગ્યે દૂકાને આવ્યા હતા.

તાળુ ખોલીને દૂકાનની અંદર જતાં કાઉન્ટર પર રાખેલો ગૌશાળાના દાન માટેનો ડબ્બો ગાયબ હતો, શંકા જતા લોકરની ચાવી લઇ લોકર પાસે પહોંચતા લોકરનું તાળું તૂટેલું હતું અને અંદરથી રોકડા રૂ.1.90 લાખ પણ જોવા મળ્યા નહોતા. તપાસ કરતા દૂકાનના ઉપરના રૂમની બારી તૂટેલી હતી.

તસ્કરો બારી તોડીને અંદર ઘુસ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે દૂકાન અને આસપાસના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં કેમેરામાં કેદ થઇ ગયો હતો. પોલીસે તેની ભાળ મેળવવાની કવાયત શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો