ગુજરાત સરકારનું નવા નાણાંકીય વર્ષનું અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું છે.જેના પર કેટલી રાહતો અને કેટલા કરબોજની પ્રતિક્ષા વચ્ચે સૌરાષ્ટ્રના પાટનગર અને ભાજપના હેડ કવાર્ટર જેવા રાજકોટ મહાનગર માટે સરકાર કેટલી અને કઇ કઇ યોજના માટે ગ્રાન્ટ ફાળવે છે તેના પર સૌની નજર રહેલી હતી. જ્યાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ PDU હોસ્પિટલ ખાતે 500 બેડની ચાઈલ્ડ એન્ડ મેટરનિટી હોસ્પિટલ બનાવવા માટે 14 કરોડની જોગવાઈ કરી છે.
આજના બજેટમાં સમાજના તમામ તબક્કાનો સમાવેશ
આ સાથે 201 કિ.મી.ના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને રૂ.3350 કરોડના ખર્ચે છ-માર્ગીય કરાશે તો જસદણમાં નવી કોલેજ શરૂ કરાશે. આમ સ્માર્ટ સિટી યોજના હેઠળ રાજકોટ મનપામાં નવી સગવડો માટેની જોગવાઈ કરાઈ છે. ત્યારે બજેટને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા સામે આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં સમાજના તમામ તબક્કાનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આજના બજેટમાં કૃષિ વિભાગ, જળ સંપતિ વિભાગ, આરોગ્યની સુવિધા સાથોસાથ શિક્ષણની સુવિધા તેમજ ગૌ સંવર્ધન તો સાથો સાથ ઉદ્યોગ તેમજ ઉર્જા ક્ષેત્રે પણ સરકારે બજેટ ફાળવ્યું છે.
સત્તામાં થયેલા ફેરફારો વચ્ચે નવું બજેટ
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણી બેઠા હતા. છેલ્લે સત્તા સ્થાનોમાં થયેલા ફેરફારો વચ્ચે હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પણ આ પ્રથમ બજેટ હતું. દર વર્ષે ગામડાથી માંડી મહાનગરો માટે યોજનાઓનો સમાવેશ પણ રાજય સરકાર પોતાના બજેટમાં કરીને વિકાસ કામ માટે મોટી સહાય અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.