તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:રાજકોટની આર.આર. હોટલના રૂમમાં નિવૃત્ત SRP જવાનના પુત્રની આત્મહત્યા, ઘરકંકાસને કારણે મોરબીથી ભાગીને આવ્યો હતો

રાજકોટ2 મહિનો પહેલા
મૃતકની તસવીર.

રાજકોટ શહેરના ભૂતખાના ચોકમાં આવેલી હોટલ આર.આર.ના રૂમમાં નિવૃત્ત SRP જવાનના પુત્રએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આજે બપોરના સમયે ઘરકંકાસ કારણે મોરબીથી રાજકોટ આવી પરિણીત યુવાને હોટલમાં પંખા સાથે દોરડું બાંધી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, નિવૃત્ત SRP જવાન મુળજીભાઈ ચૌહાણના પુત્ર હર્ષદ ચૌહાણ આજે બપોરના સમયે ઘરેથી નીકળી રાજકોટ આવી ભૂતખાના ચોક સ્થિત હોટલ આર.આર.માં રોકાયો હતા અને બાદમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘરકંકાસને કારણે ઘરેથી નીકળી ગયા હોવાથી ઘરના સભ્યો મૃતક યુવાનની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન યુવકનું મોટરસાઇકલ ભૂતખાના ચોક ખાતે દેખાતા હોટલમાં સંપર્ક અને તપાસ કરી હતી.

તપાસ કરતાં યુવક હોટલ રૂમમાં હોવાનું માલૂમ થતાં રૂમ ખખડાવવા છતાં ખોલવામાં ન આવતાં રૂમની ગેલરીમાંથી પ્રવેશ કરી જોતા યુવક પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેની જાણ થતા ભક્તિનગર પોલીસસ્ટાફ સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...