તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજવિવાદ:રાજકોટમાં રાજવી પરિવારનો મિલકત વિવાદ, માંધાતાસિંહના વકીલે સ્પેશિયલ સિવિલ કોર્ટમાં જવાબ આપવા મુદ્દત માગી, કોર્ટે 31 ઓગસ્ટ સુધીની મુદ્દત આપી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના રાજવી માંધાતાસિંહ (ફાઈલ તસવીર). - Divya Bhaskar
રાજકોટના રાજવી માંધાતાસિંહ (ફાઈલ તસવીર).
  • બહેન અંબાલિકાદેવીએ છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ, માતા અને અન્ય બે બહેન સામે દાવો માંડ્યો

રાજકોટના રાજવી પરિવારમાં મિલકતનો વિવાદ ફરી વકર્યો છે. રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતને લઈને રેવન્યૂ કોર્ટમાં તકરારી દાખલ થઈ છે. જે ફક્ત માધાપર અને સરધારની જમીન પૂરતી રહી હતી પણ હવે રાજપરિવાર પાસે જે તમામ સંપત્તિમાં વિવાદ ઊભો થયો છે. અંબાલિકા દેવી કે જેમણે માધાપરની 575 એકર જમીન અને સરધારની 2 હેક્ટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે તકરારી કરી છે તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેમના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે જેની આજે પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. માંધાતાસિંહના વકીલે સ્પેશિયલ સિવિલ કોર્ટમાં હાજર રહી જવાબ આપવા મુદ્દત માગતા કોર્ટે 31 ઓગસ્ટ સુધીની મુદ્દત આપી છે.

મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું
અંબાલિકા દેવીએ દાવામાં જણાવ્યું છે કે, તેઓ જૂન 2019માં માતાને મળવા માટે રાજકોટ આવ્યા હતા. આ સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે તે જગ્યા વડીલોપાર્જિત છે અને તેઓ સારસંભાળ કરે છે. મંદિર સિટી સરવે નં. 1109, વોર્ડ નં. 5માં છે અને 1396 ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું સમજાવીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું. આ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી 10 લાખ આરટીજીસીએ જ્યારે 1.40 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો.

અંધારામાં રાખીને ખોટી રીતે સંમતિ મેળવી લીધાનો બહેનનો આક્ષેપ
વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી. થોડા સમય બાદ જ્યારે 135 ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો ગેર રજૂઆતથી લખાવી લીધી છે અને તેથી આ ડીડ ‘નલ એન્ડ વોઈડ’ છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે, અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી.

માગેલી મુખ્ય દાદ

  • વડીલોપાર્જિત મિલકતમાં પાંચમો હિસ્સો છે તે ઠરાવી ખાલી કબજો સોંપાય
  • 6-6-2019નું રિલીઝ ડીડ છળકપટથી કરેલું હોવાથી નલ એન્ડ વોઈડ ડિક્લેર થાય
  • વડીલોપાર્જિત મિલકતોના વેચાણ કે ટ્રાન્સફર કે પછી બીજી કોઇ વ્યવસ્થા ન કરે તે માટે મનાઈ હુકમ ફરમાવવા અરજ
અન્ય સમાચારો પણ છે...