તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:રોઝરી સ્કૂલે વિદ્યાર્થીનું બંધ કરેલું ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કર્યું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાસ્કરના અહેવાલ બાદ વાલીને ફી માટે મુદત આપી

ફીના વાંકે કોઇપણ વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ બંધ નહીં કરવા સરકારની સ્પષ્ટ સૂચના છતાં કેટલીક ખાનગી સ્કૂલ ફી નહીં ભરનાર વાલીના બાળકનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી છે. તાજેતરમાં જ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી રોઝરી સ્કૂલના સંચાલકોએ એક વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ ફી નહીં ભરી શકવાને કારણે બંધ કરી દીધું હતું

જેની સામે વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીથી લઈને શિક્ષણમંત્રી સુધી ફરિયાદ કરવા છતાં કોઈએ કશું સાંભળ્યું નહીં પરંતુ ‘દિવ્ય ભાસ્કરે’ તે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરી અને આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ શાળા સંચાલકોએ તે વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ ફરી શરુ કર્યું છે અને વાલીને પણ રૂબરૂ બોલાવીને ફી ભરવા માટે વધુ સમય આપ્યો છે.

રોઝરી સ્કૂલ દ્વારા વાલી પાસેથી એડમિશન ફી વસૂલતા વાલીએ સૌપ્રથમ શાળાના પ્રિન્સિપાલને સગવડતા થયે ફી ભરી દેવા જણાવ્યું પણ ન માન્યા, ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી સહિતનાને ફરિયાદ કરી હતી છતાં ઉકેલ આવ્યો ન હતો પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ આ વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો