શાહી લગ્નોત્સવ:રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં બોલિવૂડ નાઇટમાં સચિન-જિગરે સૌને ડોલાવ્યા, વરઘોડિયા જય અને હિમાંશીએ કપલ ડાન્સ કર્યો

રાજકોટ15 દિવસ પહેલા
જય અને હિમાંશીએ બોલિવૂડ નાઇટમાં કપલ ડાન્સ કર્યો.
  • જય અને હિમાંશીનો કપલ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો
  • રાજસ્થાનની ઉમેદભવન પલેસે હોટલમાં આજે શાહી લગ્ન

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઇ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાઈ રહ્યા છે. આજે લગ્નના છેલ્લા દિવસે બંને એકમેકના બંધનમાં બંધાશે. ત્યારે ગઈકાલે બીજા દિવસે સવારે મંડપ મુહૂર્ત બાદ સાંજે હલ્દી રસમ અને રાત્રે બોલિવૂડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના સમયે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતેથી જોધપુર શહેરનો રાત્રિ નજારો નિહાળ્યો હતો. આ સાથે રાત્રિના સમયે બોલિવૂડ નાઇટમાં જાણીતા સિંગર સચિન-જિગરની જુગલ જોડીએ લોકોને પોતાના સૂરીલા અંદાજમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ જય અને હિમાંશીનો કપલ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

લગ્નમાં જાજરમાન જાન
લગ્નમાં જાજરમાન જાન
મિત્રો સાથે ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી
મિત્રો સાથે ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી
જય અને હિમાંશીની હલ્દી રસમ યોજાઇ.
જય અને હિમાંશીની હલ્દી રસમ યોજાઇ.
હલ્દી રસમમાં જય અને હિમાંશી ખુશખુશાલ જોવા મળ્યા.
હલ્દી રસમમાં જય અને હિમાંશી ખુશખુશાલ જોવા મળ્યા.

સોમવારે સવારે 9.30 વાગ્યે મંડપમુહૂર્ત યોજાયું હતું
ત્રિ-દિવસીય જાજરમાન લગ્નના આયોજનમાં બીજા દિવસે, એટલે કે સોમવારે સવારે 9.30 વાગ્યે મંડપમુહૂર્ત અને બપોરના સમયે હલ્દી રસમ યોજાઇ હતી. બાદમાં રાત્રિના સમયે સમગ્ર ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ ઉમેદભવન પેલેસ ખાતે સૌથી ઉપરના માળે પહોંચી અલ્પાહાર લીધો હતો અને ત્યાંથી સમગ્ર શહેરની રોશનીનો રાત્રિ નજારો નીહાળ્યો હતો. આ સમયે ત્યાં રાજસ્થાની કલાકારો કરતાલ સાથે બોલિવૂડનાં ગીતોના સૂર રેલાવતા જોવા મળ્યા હતા, તો ક્યાંક રાજસ્થાની ગીત સાથે નૃત્ય કરતી મહિલાઓ નજરે પડી હતી.

વરઘોડિયા પર ફૂલડાથી વરસાદ.
વરઘોડિયા પર ફૂલડાથી વરસાદ.

જય અને હેમાંશીને ફૂલો કી હોળી રમાડવામાં આવી
ગઇકાલે સવારે ઉમેદભવન પેલેસમાં હલ્દી રસમ યોજાઈ હતી. જેમાં વરઘોડિયાએ યલો કલરનું કોમ્બિનેશન સાથેના વસ્ત્રો ધારણ કર્યા હતા. ગણપતિનું પૂજન કર્યા બાદ હલ્દીની રસમ કરવામાં આવી હતી. જેમાં હાજર રહેનાર દરેક મહેમાનોએ જય અને હેમાંશીને હલ્દી લગાવી હતી. ત્યારબાદ ફૂલો કી હોળી જય અને હેમાંશીને રમાડવામાં આવી હતી. જેમાં 100 કિલોથી વધુ ફૂલો વપરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પૂલ સાઇડ ઉપર વિવિધ પ્રકારના ભોજન તો પીરસવામાં આવ્યા જ હતા સાથે બોર, આંબલીના કાતરા, કાચી કેરી, નાળિયેર પાણી પણ પીરસવામાં આવ્યું હતું. અનેક ગામઠી સ્ટાઇલની વસ્તુઓનો પણ મહેમાનોએ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે દરેકને એક સુંદર પાઘ પણ પહેરાવામાં આવી હતી.

સચિન-જિગરે હિન્દી ગીતોની રમઝટ બોલાવી.
સચિન-જિગરે હિન્દી ગીતોની રમઝટ બોલાવી.

ડીજેના તાલે ઉકાણી પરિવાર ઝૂમી ઊઠ્યો હતો
રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પ્રથમ દિવસે રાસ-ગરબામાં ઐશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી તો ગઈકાલે બીજા દિવસે બોલિવૂડ નાઇટમાં જાણીતા સચિન-જિગરની જુગલ જોડીએ ઉકાણી પરિવાર અને આમંત્રિત કલાકરોને બોલીવૂડનાં ગીતો સંભળાવ્યાં હતાં. ડીજેના તાલે ઉકાણી પરિવાર ઝૂમી ઊઠ્યો હતો. જય અને હિમાંશી સહિતના કપલને ડાન્સ કરાવ્યો હતો.

બોલિવૂડ નાઇટમાં સ્ટેજ પર જય અને હિમાંશીને કપલ ડાન્સ કરાવ્યો.
બોલિવૂડ નાઇટમાં સ્ટેજ પર જય અને હિમાંશીને કપલ ડાન્સ કરાવ્યો.
જય અને હિમાંશી.
જય અને હિમાંશી.

પહેલા દિવસે મહેંદી અને સંગીતની રસમ યોજાઈ
જાજરમાન લગ્નપ્રસંગના પ્રથમ દિવસે સાંજે મહેંદી તેમજ સંગીતની રસમ યોજાઈ હતી, જેમાં રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. બપોર પછી 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ અને બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

ડાન્સનો પણ કાર્યક્રમ યોજાયો.
ડાન્સનો પણ કાર્યક્રમ યોજાયો.
બોલિવૂડ નાઇટમાં વિદેશી યુવતીના ડાન્સે પણ આકર્ષણ જમાવ્યું.
બોલિવૂડ નાઇટમાં વિદેશી યુવતીના ડાન્સે પણ આકર્ષણ જમાવ્યું.

આજે રાત્રે જય અને હિમાંશી પ્રભુતામાં પગલાં માંડશે
ત્રિ-દિવસીય જાજરમાન લગ્નના આજે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હિમાંશીના લગ્ન યોજવાના છે. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે 3.45 વાગ્યે જાન પ્રસ્થાન થશે અને 7.30 વાગ્યે હસ્ત મેળાપ યોજવામાં આવશે અને રાત્રિના સમયે મંગલ ફેરા ફરી જય અને હિમાંશી પ્રભુતામાં પગલાં માંડશે.

જય અને હિમાંશી.
જય અને હિમાંશી.
ઉકાણી પરિવાર.
ઉકાણી પરિવાર.
મહેમાનોએ રાજસ્થાની લૂકમાં જોવા મળ્યા.
મહેમાનોએ રાજસ્થાની લૂકમાં જોવા મળ્યા.
હિમાંશીની મંડપમુહૂર્ત વિધિ.
હિમાંશીની મંડપમુહૂર્ત વિધિ.
જય અને હિમાંશી.
જય અને હિમાંશી.
સચિન-જિગરની બોલિવૂડ નાઇટમાં જલસો પડી ગયો.
સચિન-જિગરની બોલિવૂડ નાઇટમાં જલસો પડી ગયો.
બોલિવૂડ નાઇટમાં ઉકાણી પરિવારે ડાન્સ કર્યો.
બોલિવૂડ નાઇટમાં ઉકાણી પરિવારે ડાન્સ કર્યો.
પેલેસના સૌથી ઉપરના માળે રાજસ્થાની વાદ્યના સૂર સાથે યુવતીઓએ નૃત્ય કર્યું.
પેલેસના સૌથી ઉપરના માળે રાજસ્થાની વાદ્યના સૂર સાથે યુવતીઓએ નૃત્ય કર્યું.
બીજા દિવસે મંડપમુહૂર્ત વિધિ યોજાઈ.
બીજા દિવસે મંડપમુહૂર્ત વિધિ યોજાઈ.
જય અને હિમાંશી.
જય અને હિમાંશી.
પ્રથમ દિવસે રાસ-ગરબા યોજાયા હતા.
પ્રથમ દિવસે રાસ-ગરબા યોજાયા હતા.
અન્ય સમાચારો પણ છે...