તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનાના દાગીના લૂંટ કેસ:રાજકોટમાં જ્વેલર્સના શો રૂમમાંથી 86 લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ ટંકારા પાસે બાઇક રેઢુ મૂકી ફરાર, 48 કલાક બાદ હાથ ન લાગ્યા

રાજકોટ2 મહિનો પહેલા
લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થ�
  • પોલીસને ટંકારાના વિરપર પાસે નંબર પ્લેટ વગરનું બાઇક મળી આવ્યું, પોલીસ તપાસ આગળ વધી

રાજકોટના પેડક રોડ પર આવેલા ચંપકનગરમાં શેરી નં.3માં આવેલી શિવ જ્વેલર્સ નામની દુકાનમાં 26 એપ્રિલના રોજ ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની હતી. લૂંટારૂઓ 86 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા. આરોપીઓ જે બાઇકમાં ફરાર થયા હતા તે બાઇક ટંકારા નજીકથી મળી આવતા પોલીસે તપાસ આગળ વધારી છે. ઘટનાના 48 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

બંદૂકની અણીએ ત્રણ લૂંટારૂએ સોનાના દાગીના લૂંટ્યા
બે દિવસ પહેલા ત્રણ લૂંટારૂઓએ બંદૂકની અણીએ શિવ જ્વેલર્સમાં લૂંટ ચલાવી હતી. ત્યારબાદ દુકાન માલીકને તિજોરીમાં પૂરી ત્રણેય આરોપીઓ એક નંબર પ્લેટ વગરની બાઇક પર ફરાર થઇ ગયા હતા. પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ પાસે રહેલું બાઇક પણ તેઓએ ચોરી કર્યુ હતું. આ આરોપીઓ ભાગી છૂટ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી તરફ ભાગ્યા હતા. છેલ્લે બેડી ચોકડી ખાતેના સીસીટીવી ફુટેજમાં લુંટારૂઓ જોવા મળ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી છે
પોલીસે તેઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી. પરંતુ ત્યાં સુધી તેઓ શહેરની બહાર નીકળી ગયા હતા. જેથી અન્ય જિલ્લાઓની પોલીસને જાણ કરાઇ હતી. અહીંથી ક્રાઇમ બ્રાંચ અને પોલીસ મથકની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે જ ટંકારાના વિરપર નજીકથી રેઢુ પડેલું બાઇક મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતા લૂંટારૂઓ જે બાઇક પર ફરાર થયા હતા તે જ બાઇક હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આરોપીઓને શોધી કાઢવા તપાસ આગળ વધારી છે.

બંદૂકની અણીએ વેપારીને બંધક બનાવ્યા હતા.
બંદૂકની અણીએ વેપારીને બંધક બનાવ્યા હતા.

જ્વેલર્સના માલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ
લૂંટ સમયે શિવ જ્વેલર્સમાં હાજર તેના માલિક મોહનભાઇ વિરમભાઇ ડોડીયાના લમણે બંદૂક રાખી લુંટારૂઓએ લૂંટ ચલાવી હતી. આરોપીઓએ પ્રથમ મોહનભાઇ ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. બાદમાં એક લૂંટારૂ મોહનભાઇની ઉપર બેસી ગયો હતો અને થોડીવાર માટે તેનું ગળુ દબાવી દીધું હતું. આ દરમિયાન મોહનભાઇને મૂંઢ ઇજા પણ થઇ હતી. જેથી ગઇકાલે સાંજે 6.30 વાગ્યે તેમને માર માર્યો હોવાથી પીડા થતા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...