તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Robbery In The Name Of Compulsory Test At Rajkot Airport, Rs. Asked 800, 15 Passengers Sat For 3 Hours Insisting On The Government Test

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ટેસ્ટિંગ:રાજકોટ એરપોર્ટ પર 15 મુસાફરે ટેસ્ટ કરાવતા ઘરે જવા દેવાયા, 15એ સરકારી ટેસ્ટનો આગ્રહ રાખતા 3 કલાક બેસાડ્યા

રાજકોટ22 દિવસ પહેલા
  • સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 80થી વધુ મુસાફરો આવ્યા હતા

આજથી રાજકોટ એરપોર્ટ-એસટી અને રેલવે સ્ટેશન પર ગુજરાત બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત બનાવી દેવાયો છે. જેને પગલે રાજકોટ એરપોર્ટ પર ફરજીયાત ટેસ્ટને મુસાફરોએ અવગણ્યો હતો. સ્પાઇસ જેટ ફ્લાઇટમાં 15 મુસાફરે એરપોર્ટમાં ટેસ્ટ કરાવતા તેમને ઘરે જવા દેવાયા હતા. જ્યારે 15 મુસાફરોએ સરકારી ટેસ્ટનો આગ્રહ રાખતા 3 કલાક બેસાડી દેવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ બાબતે ભારે રોષ જોવા મળ્યો
ઉલ્લેખનીય છે કે હાલ જે મુસાફરોએ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવ્યો હોય અને સર્ટિફીકેટ નહીં હોય તો તેમને ટેસ્ટ વગર રાજકોટમાં એન્ટ્રી જ નહીં મળે તેવી સુચના-આદેશો બાદ કડક ચેકિંગ પોલીસ અને કોર્પોરશનની ટીમ દ્વારા શરૂ કરી દેવાયું છે. દરમિયાન આજે રાજકોટ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો.

દિલ્હીથી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 80 મુસાફર આવ્યા હતા
દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 80 આસપાસ મુસાફરો આવી પહોંચ્યા હતા. પરંતુ તેમાં અમુક મુસાફરો RT-PCR ટેસ્ટ વિનાના નીકળતા આ તમામને એરપોર્ટની અંદર રોકી દેવાયા હતા. દરમિયાન આ અમુક મુસાફરોના RT-PCR ટેસ્ટ માટે એરપોર્ટ સત્તાવાળાઓએ રાજકોટની માનસી ભટ્ટ લેબોરેટરીમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને બોલાવ્યા હતા. આ સ્ટાફ દ્વારા 15નો ટેસ્ટ કરી તેમને ઘરે જવા દેવાયા હતા. પરંતુ 15 મુસાફરોએ સરકારી ટેસ્ટનો જ આગ્રહ રાખતા ભારે ધમાલ થઇ હતી.

એરપોર્ટ સત્તાવાળાઓ પણ ભારે મક્કમ
આ તમામને એરપોર્ટની બહાર નહીં જવા દેવાતા એરપોર્ટ સત્તાવાળાઓ અને આવેલા મુસાફરો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. સવારે 8 વાગ્યે આવેલા મુસાફરોને સતત 3 કલાક બેસાડી દેવાયા હતા. મુસાફરોમાં ભારે રોષ હતો. તો સામે એરપોર્ટ સત્તાવાળાઓ પણ ભારે મક્કમ હોય ભારે ધમાલ થઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો