તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનની નજીક આવેલી પંચનાથ રિયલ હોમ સોસાયટી ડેવલપ થઈ રહી છે ત્યાં હજુ ઘણા મકાન બની રહ્યા છે તેમજ ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું મોટાભાગનું કામ બાકી હોવા છતાં ત્યાં સીસી રોડ માટે 50 લાખનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે અને જ્યારે ત્યાં ફરી ગટર બનાવશે ત્યારે આ રોડ ખોદવો પડશે એટલે કે કોન્ટ્રાક્ટરને બમણું કામ મળે અને બિલ્ડરને સુવિધાનો વધુ ભાવ મળે તે માટે મનપાના અધિકારીઓ પ્રજાની તિજોરીની ઘોર ખોદી રહ્યા છે.
રાજકોટનો વોર્ડ નં.18 જાણે ગેરરીતિઓનું કેન્દ્ર બની ગયું છે. અવારનવાર વિકાસના કામોમાંથી કૌભાંડ બહાર આવ્યા કરે છે અને વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આજી ડેમ પોલીસ સ્ટેશન નજીક પંચનાથ રિયલ હોમ સોસાયટી ડેવલપ થઈ રહી છે ત્યાં ઘણા મકાનો બની રહ્યા છે અને હજુ પૂરી રીતે સોસાયટીમાં લોકો વસ્યા નથી.
અડધા વિસ્તારમાં ગટર અને પાણીની લાઈન નખાઇ નથી છતાં સીસી રોડ બનાવવાનું કામ ચાલુ છે. નિયમ મુજબ જે વિસ્તારમાં ગટર અને પાણીની લાઈન હોય ત્યાં જ રોડ બનાવવાની મંજૂરી અપાય છે જેથી વારંવાર રોડ ખોદવો ન પડે પણ અહીં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે 50 લાખ રૂપિયાનો સીસી રોડ મંજૂર કરી, ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેની સોસાયટી છે તે બિલ્ડર તેમજ કામ અપાયું છે તે કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે જાણે આસિ. ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને સિટી ઈજનેર સુધીના અધિકારીઓ એજન્ટ બનીને કામ કરતા હોય તેમ નિયમોને નેવે મૂક્યા છે.
મ્યુનિસિપલ કમિશનર સુધી 3 વખત ફાઈલમાં મંજૂરી આવી, કોઇએ વાંધો ન ઉઠાવ્યો
નિયમ મુજબ જ્યારે પણ કોઇ રોડના કામ હોય ત્યારે એ.ઈ.ઈ. ત્યાં જઈને માપ લ્યે છે અને જાણ કરે છે. ડેપ્યુટી ઈજનેર એસ્ટિમેટ બનાવે છે અને તે સિટી ઈજનેર પાસે જાય છે. ત્યાંથી મ્યુનિસિપલ કમિશનર પાસે જાય છે. કમિશનર કામ કરવા મંજૂરી આપે એટલે વળી તે જ ચેઈન મુજબ એ.ઈ.ઈ. સુધી આવે અને ત્યાં ટેન્ડર બને, ટેન્ડરમાં બધાની સહી થાય પછી ટેન્ડર મંજૂર થાય એટલે ફરી બધાની સહી થાય આખરે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકે અને ત્યાંથી વળી વહીવટી માટે કમિશનર પાસે આવે. એટલે કે દરેક જગ્યાએ 3-3 વખત ફાઈલ જાય છે આમ છતાં કોઇએ ભૂગર્ભ ગટરના કામો થયા છે કે નહિ તેનું નોટિંગ ચેક કર્યા વગર મંજૂરી આપી.
કોઠારિયા અને વાવડી સુવિધા માટે તરસે છે
કોઠારિયા અને વાવડી વિસ્તાર મનપામાં ભળ્યા બાદ પાયાની સગવડતાઓ માટે તરસી રહ્યા છે. જ્યાં વસતી રહે છે ત્યાં હજુ રોડ-રસ્તાના ઠેકાણા નથી વારંવાર માંગ થાય છે. બીજી તરફ જે સોસાયટી હજુ બની રહી છે અને લોકો વસ્યા નથી ત્યાં મનપાના અધિકારીઓ કામો મંજૂર કરી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે મનપાના ચોક્કસ અધિકારીઓ જનતાની સેવા માટે નહીં પણ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની સેવા માટે કામ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.