તૈયારી શરુ:રાજકોટમાં મોરેશિયસના PM અને WHOના વડાનો રોડ-શો, ધોમધખતા તાપમાં એરપોર્ટથી રેસકોર્સ રીંગરોડ પર કાર્યક્રમ યોજાશે

રાજકોટએક મહિનો પહેલા
વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું
  • 25 પોઇન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી થશે: મેયર ડો. પ્રદિપ ડવ
  • સમગ્ર કાર્યક્રમનું રાજકોટ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું

રાજકોટ શહેર કરતા ઓછી પણ ઓછી એટલે કે લગભગ 13 લાખની વસ્તી ધરાવતા દેશ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે રાજકોટ શહેર ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા બપોરે ચાર વાગ્યે ધોમધખતા તાપમાં એરપોર્ટથી રેસકોર્સ રીંગરોડ ઉપર ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે.

એરપોર્ટથી રીંગરોડ સમગ્ર રૂટ પર પૂષ્પવર્ષા કરાશે
એરપોર્ટથી રીંગરોડ સમગ્ર રૂટ પર પૂષ્પવર્ષા કરાશે

હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા
રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવના જણાવ્યા મુજબ ભારતીય મૂળના મોરેશિયસના વડાપ્રધાનને આવકારવા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે ત્યાર બાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચર થી તેમનું સ્વાગત કરવામાં આવશે આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા
તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા

સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં તેઓ રાત્રી રોકાણ પણ કરવાના છે અને ડિનર પણ કરવાના છે આ ઉપરાંત રાત્રી દરમિયાન તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. ભારત અને મોરેશિયશ વચ્ચે સબંધો વધુ ગાઢ બને તેના લાભો દરેક ક્ષેત્રમાં મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ થઇ રહ્યું છે.

25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ થશે
આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે, જે દરમિયાન કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરવામાં આવશે, જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

રાજકોટ પોલીસ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું
રાજકોટ પોલીસ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું

શાળા કોલેજના છાત્રો દ્વારા સ્વાગત કરવામાં આવશે
સમગ્ર રોડ શો દરમ્યાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસીક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. રોડ-શો ના વિવિધ સ્પોટ પર આત્મીય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનીયસ સ્કુલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાળા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભર અભિવાદન કરવામાં આવશે.

ભાજપે ખાસ બેઠક બોલાવી
એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી રોડ શોમાં તેમને આવકાર માટે સમગ્ર રૂટ પર ઢોલ, ડી.જે., રાસગરબા, વેશભૂષા જેવા અલગ અલગ રંગો સાથે સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી રીંગરોડ સમગ્ર રૂટ પર પૂષ્પવર્ષા કરાશે અને ભાજપના તમામ વોર્ડ, સેલ, મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ માટે શહેર ભાજપ દ્વારા ખાસ બેઠક બોલાવી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આજે રાજકોટ પોલીસ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું..

કોણ છે પ્રવિંદ જુગનાથ
મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અનેજાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.

અન્ય સમાચારો પણ છે...