સૌરાષ્ટ્રની મુલાકાતે:18 એપ્રિલે મોરેશિયસના PM અને WHOના વડાનો રાજકોટમાં રોડ-શો, 19 એપ્રિલે મોદીના કાર્યક્રમમાં જામનગર જશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરી ખાતે તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું - Divya Bhaskar
કલેકટર કચેરી ખાતે તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
  • 19 એપ્રિલે ‘આયુષ દિવસ’ નિમિત્તે જામનગર ખાતે મોરેશિયસના PM અને WHOના વડા ઉપસ્થિત રહેશે

રાજકોટમાં આગામી તા.19 એપ્રિલે ‘આયુષ દિવસ’ નિમિત્તે જામનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મોરેશિયસના PM અને WHOના વડા પણ ઉપસ્થિત રહેવાના છે. તેઓ 18 એપ્રિલે રાજકોટથી જામનગર રવાના થશે. તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી પણ રાજકોટ ખાતે આવવાના હોઈ વહીવટી તંત્ર તેમજ સંગઠન દ્વારા તેમના સ્વાગત તથા અન્ય તૈયારીઓના આયોજનના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવ્ય અભિવાદન કરવામાં આવશે
આ બાબતોના સમગ્ર આયોજન અંગે કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, 18 એપ્રિલે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ અને WHOના ડિરેક્ટર જનરલ ટેડરોઝનો રાજકોટમાં રોડ-શો યોજાશે. 18 એપ્રિલે તેઓ રાજકોટથી બાય રોડ જામનગર જવા રવાના થશે. રાજકોટ, ગુજરાત અને ભારતની અમીટ છાપ આ મહાનુભાવો લઈને જાય તે સબબ આપણી પરંપરા મુજબ તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત એરપોર્ટ ખાતે કરવાનું આયોજન હાથ ધરાશે.

કલેકટર કચેરી ખાતે તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
કલેકટર કચેરી ખાતે તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું

સાંસ્કૃતિક કાર્યક્રમ થશે
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, એરપોર્ટ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તેઓને વેલકમ કરતા એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ મેડિકલ એસોસિયેશન, સરકારી વિભાગ, સંગઠન તેમજ વિવિધ યુનિવર્સીટીના છાત્રો દ્વારા તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...