ડિમોલિશન:રાજકોટના સોરઠિયાવાડીથી કોઠારિયા ચોકડી સુધી રસ્તામાં નડતરૂપ છાપરા તોડી 630 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
20 જગ્યા પરથી ગેરકાયદેસર દબાણ હટાવાયા. - Divya Bhaskar
20 જગ્યા પરથી ગેરકાયદેસર દબાણ હટાવાયા.
  • 20 સ્થળે ડિમોલિશન હાથ ધરી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.16માં સોરઠિયા વાડી સર્કલથી કોઠારીયા રોડ ચોકડી (હાઈવે) પરના પાર્કિંગ અને માર્જીનમાં થયેલા દબાણો અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 20 સ્થળે થયેલ છાપરાનું દબાણ દૂર કરી અંદાજિત 630 ચોરસ ફૂટ પાર્કિંગ અને માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આટલા સ્થળો પરથી દબાણ દૂર કરાયા
1. વિરમભાઇ રબારી- છાપરાનું બાંધકામ દૂર કરાયું
2. જય આશાપુરા એન્ટરપ્રાઇઝ- છાપરાનું બાંધકામ દૂર કર્યું
3. ડિલક્સ પાન- છાપરાનું બાંધકામ દૂર કર્યું
4. કેતન જી. ભીમજીયાણી- છાપરાનું બાંધકામ દૂર કર્યું
5. માલિક શ્રીનિધીશ્વરસ્ટોર્સ- છાપરાનું બાંધકામ દુર કર્યું
6. મયુરભાઈ પટેલ- છાપરાનું બાંધકામ દૂર કર્યું
7. માલિક શ્રીચાઇલ્ડહાઉસ- છાપરાનું બાંધકામ દૂર કર્યું
8. પ્રતિક આર.બુસા- છાપરાનું બાંધકામ દૂર કર્યું
9. સીમાબેન દવે- છાપરાનું બાંધકામ દૂર કર્યું
10. જયેશભાઈ સાગરભાઈ- છાપરાનું બાંધકામ દૂર કર્યું
11. તાહિરભાઈ લલાણી- છાપરાનું બાંધકામ દૂર કર્યું
12. ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ- છાપરાનું બાંધકામ દૂર કર્યું
13. માલિક શ્રીરાધેકૃષ્ણહાર્ડવેર- છાપરાનું બાંધકામ દૂર કર્યું
14. ધનવંતભાઈ દિલીપભાઈ- છાપરાનું બાંધકામ દૂર કર્યું
15. હનુમાનજી મંદિર- છાપરાનું બાંધકામ દૂર કર્યું
16. ગણપતસિંહ ઝાલા- છાપરાનું બાંધકામ દૂર કર્યું
17. અશોકભાઈ સુસરા- છાપરાનું બાંધકામ દૂર કર્યું
18. સ્મીત સ્ટુડિયો- રેલિંગનુ બાંધકામ દૂર કર્યું
19. બાલાજી પાન- છાપરાનું બાંધકામ દૂર કર્યું
20. શ્યામ ઈલેટ્રોનિક્સ- રેલિંગનુ બાંધકામ દૂર કર્યું

ડિમોલિશન સમયે અધિકારીઓ હાજર રહ્યા હતા
આ કામગીરીમાં ઇસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ કમિશનર, ટાઉન પ્લાનિંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...