• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Road From Laxminagar Nala To Virani Chowk Will Be Widened, 9 Meter Road Will Be Made 15 Meters To Solve Traffic Problem: Manpa Will Give Compensation To The Affected

સુવિધા:લક્ષ્મીનગર નાળાથી વિરાણી ચોક સુધી રસ્તો પહોળો કરાશે, ટ્રાફિક પ્રશ્ન હલ કરવા 9 મીટરનો રોડ 15 મીટર કરાશે : અસરગ્રસ્તોને મનપા વળતર આપશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ એકાદ મહિનામાં ખુલ્લો મુકાય તેવી શક્યતા

રાજકોટ શહેરમાં સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનની વચ્ચે આવેલા લક્ષ્મીનગર નાળાએ અન્ડરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પહેલા લોકડાઉન પછી બીજી લહેર અને પછી ચોમાસું એમ ત્રણ પરિબળ બતાવીને કામ મોડું થયાનું કારણ અપાયું છે. હજુ પણ કામ બાકી છે જોકે હવે એકાદ મહિનામાં કામ પૂરું થઈ જશે તેવી શક્યતા દર્શાવાઈ છે. આ દરમિયાન લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી આગળ વધતા 3 માર્ગોને પહોળા કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી છે. મ્યુનિસિપલ કમિશનરે આ માર્ગને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવા તેમજ 9 મીટરનો રોડ 15 મીટર કરવા માટે સૂચન કર્યું છે.

આ કારણે અન્ડરબ્રિજથી આવતા વાહનો કે જેને સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે તેમાં રાહત થશે. આ માટે રોડની બંને તરફ દબાણ હટાવવાની કામગીરી તેમજ જે ખાનગી માલિકીની જગ્યા છે તેમની સાથે ચર્ચા કરીને ડિમોલિશન કરીને રોડ પહોળો કરવામાં આવશે. આ ઉપરાંત બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પેવરકામ, રોડ, આવાસના દસ્તાવેજોની કામગીરી, ડ્રેનેજ કોન્ટ્રાક્ટ સહિતના 40 મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે. અગાઉ પણ મનપાએ રોડ પહોળા કરવા માટે આ નિયમ હેઠળ ડિમોલિશન કર્યું હતું અને વળતર પેટે જમીન આપી છે.

અન્ય સમાચારો પણ છે...