તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ ટેક્સચોરી ખૂલવાની સંભાવના:આર.કે. ગ્રૂપના સીઝ કરેલા 25 બેન્ક લોકર હવે ખોલાશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજની તપાસમાં એક વર્ષ પણ ઓછું પડે તેવી સ્થિતિ

રાજકોટમાં જન્માષ્ટમી પૂર્વે આર.કે.ગ્રૂપ પર ઈન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસના અંતે ત્યાંથી રૂ. 350 કરોડના બેનામી વ્યવહારો અને રૂ.144 કરોડના રોકડના વ્યવહારો ખુલ્યા છે. જોકે આ ટેક્સચોરીનો આંક હવે વધવાની શક્યતા છે. તપાસ દરમિયાન સીઝ કરેલા બેન્ક લોકર ખોલવામાં આવશે. જેમાંથી ટેક્સચોરીના દસ્તાવેજો, રોકડ, સોનું વગેરે મળવાની સંભાવના છે.

કુલ 25 બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આર.કે ગ્રૂપ સાથે માલ- મિલકતની ખરીદી કરનાર અને વેચાણ કરનાર રોકાણકાર, બિલ્ડર, કોન્ટ્રાક્ટર, વેપારીઓનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં તેને ત્યાં પણ તપાસ કરવામાં આવશે. જ્યારે કબજે કરાયેલા દસ્તાવેજો, સાહિત્ય વગેરેની ચકાસણી માટે એક વર્ષ પણ ઓછું પડે તેવી પરિસ્થિતિ છે.

સર્ચ ઓપરશેનની કામગીરી પૂરી થયા બાદ રાજકોટ આવકવેરા વિભાગે આર.કે. ગ્રૂપના માલિકોની પૂછપરછ કરીને તેના નિવેદન લીધા હતા. કુલ ચાલીસથી વધુ સ્થળે તપાસ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષનું આ સૈથી મોટું સર્ચ ઓપરેશન મનાઈ રહ્યું છે. બેન્ક લોકર ખુલ્યા બાદ ટેક્સચોરીનો આંક વધવાની શક્યતા વર્તાઈ રહી છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રાથમિક તબક્કામાં ડિજિટલ ડેટા અને ડાયરીની ચકાસણી થઈ ગઈ છે. જ્યારે અન્ય દસ્તાવેજોની ચકાસણી હવે કરાશે.

અન્ય સમાચારો પણ છે...