તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:આર.કે. ગ્રૂપના 3 લોકરમાંથી જ્વેલરી અને દસ્તાવેજો મળ્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની વેલ્યૂએશન કરવા સ્પે.ટીમ બોલાવાઈ

આર.કે. ગ્રૂપની સ્થળ પરની તપાસ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ દસ્તાવેજની.ચકાસણી અને લોકર ખોલવાની કામગીરી હજુ શરૂ છે.આ કામગીરી પૂરી થયા બાદ બેનામી વ્યવહારનો આંકડો 400 કરોડ પહોંચવાની શક્યતા છે. મંગળવારે ઇન્કમટેક્સે આર.કે. ગ્રૂપના 3 લોકર ખોલ્યા હતા જેમાંથી દસ્તાવેજ, જ્વેલરી મળી આવી હતી. સોનાની વેલ્યૂએશન નક્કી કરવા માટે ખાસ ટીમ બોલાવવામાં આવી હતી જેમને આખો દિવસ સોનાની કિંમત નક્કી કરવાની કામગીરી કરી હતી આમ છતાં દિવસ ટૂંકો પડ્યો હતો.

15 દિવસ પહેલા ઇન્કમટેક્સે આર.કે. ગ્રૂપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આર.કે. ગ્રૂપના સર્વાનંદભાઈ સોનવાણીના તેમજ તેના પરિવારના અન્ય સભ્યોના રહેણાક સ્થળે, અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ, તેમજ તેમના ભાગીદાર, બિલ્ડર પ્રફુલભાઈ ગંગદેવ, રમેશભાઈ પાંચાણી , કિંજલ ફળદુ, આશિષ ટાંક સહિતના તેમજ એમની સાથે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ત્યાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મંગળવારે 3 લોકર ખોલવામાં આવ્યા હતા.જ્યારે બાકીના લોકર ખોલવાની કામગીરી બુધવારથી કરવામાં આવશે. આ બધી કામગીરીમાં અંદાજિત એક માસ જેટલો સમય નીકળી જાય એવું અનુમાન થઈ રહ્યું છે. લોકરમાંથી જે જ્વેલરી નીકળી છે એમની કિંમત વેલ્યૂએશનની કામગીરી પૂરી થયા બાદ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...