તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આર.કે. ગ્રૂપ પાસેથી પ્રોપર્ટી ખરીદ કરનાર પર હવે IT તવાઇ ઉતારશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજોની ચકાસણી શરૂ કરાશે

આર.કે.ગ્રૂપમાં ચાર દિવસ સુધી ચાલેલી ઇન્કમટેક્સના સર્ચ ઓપરેશનમાં રૂ. 350 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે.આ ઉપરાંત રૂ. 144 કરોડના રોકડના વ્યવહારો ખુલ્યા છે. તપાસ થયા બાદ હવે તેની પાસેથી મિલકતની ખરીદી -વેચાણ કરનારની યાદી તૈયાર કરાઈ છે. આ યાદીમાં ડોક્ટર, ઉદ્યોગપતિ, સોની વેપારી સહિત મોટાગજાના લોકોના નામ નીકળ્યા છે. આ બધાને હવે નોટિસ મોકલી તેની આવક- જાવકના અને રિટર્નની ચકાસણી કરાશે.

ડિજિટલ ડેટાની ચકાસણીમાં પણ બેનામી વ્યવહરો મળ્યા છે. જેથી કરચોરીનો જે આંક છે તે ઊંચો જવાની શક્યતા છે. જેમને ખરીદી કરી છે તેના વ્યવહારોની ચકાસણીમાં વધારાની ટેક્સચોરી ખૂલવાની શક્યતા છે. શુક્રવારે આર.કે.ગ્રૂપના માલિક અને જેને ત્યાં તપાસ કરાઈ હતી તે તેમના ભાગીદાર, કોન્ટ્રાક્ટરના નિવેદન લેવાયા હતા. મળતી વિગત મુજબ બિલ્ડર્સ એવી ગફલતમાં રહ્યા હતા કે, હાલમાં ઈન્કમટેક્સ સર્ચ ઓપરેશન કે સરવે કરશે નહિ.

આથી તેને વ્યવહારો ખુલ્લી કિતાબની જેમ રખાયા હતા અને તે સ્થળ પર ચકાસણી કરતા આ બધા વ્યવહારો, ડાયરી વગેરે ઈન્કમટેક્સને હાથમાં લાગી ગયું હતુ અને જાણે ઈન્કમટેક્સના હાથમાં જેકપોટ લાગ્યો હોય તેમ એક પછી એક બેનામી વ્યવહારો ખૂલતા ગયા હતા. તપાસની જેમ દસ્તાવેજો સ્થળ તપાસ પરથી ઈન્કમટેક્સ ઓફિસ સુધી લઈ જવા માટે અલગ- અલગ ટીમ બનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...