તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ-આપનો ચૂંટણી ઢંઢેરો:હરીફ પક્ષોની રાજકોટિયન્સને વેરામાં ઘટાડો અને અત્યાધુનિક સ્કૂલ બનાવવાની જાહેરાત

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ - Divya Bhaskar
કોંગ્રેસ

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુરુવારે ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા હતા. બન્ને પક્ષે રાજકોટિયન્સને વેરામાં રાહત ઉપરાંત સારી સ્કૂલો તેમજ મનપા સંચાલિત કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. દરેક ચૂંટણી પહેલા રાજકીય પક્ષો ઢંઢેરા બહાર પાડતા હોય છે. પરંતુ મોટાભાગના પક્ષ જીત હાંસલ થયા બાદ વચન ભૂલી જતાં હોય છે.

કોંગ્રેસ : એક વર્ષ વેપારીઓને ટેક્સમાં રાહત, ઘરના વેરામાં 50 ટકા ઘટાડો કરીશું

 • કોન્ટ્રેક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે, એ માટે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.
 • 6 મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડલ સ્કૂલ બનાવવી અને ધો.1થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે.
 • વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે એ દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.
 • શહેરી વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા છે. પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે, જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિંગ કરવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.
 • દરેકને ફ્રી પાણી મળે એવી સુવિધાઓ કરવામાં આવશે.
 • કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે.
આપ
આપ

આપ : મિલકત વેરા 50 ટકા, પાણી, વ્યવસાય વેરો માફ કરીશું

 • તમામ સરકારી શાળાનું નવીનીકરણ કરીશું
 • ​​​​​​​ગણવાડીનું આધુનિકીકરણ કરી દિલ્હીની જેમ હેપ્પીનેસ ક્લાસમાં પરિવર્તિત કરીશું.​​​​​​​
 • સ્ટાર્ટઅપ હબ આઇટી પાર્ક ઊભો કરીશું.​​​​​​​
 • મનપા સંચાલિત કોલેજ, પોલિટેક્નિક કોલેજ બનાવીશું.
 • ઘરવેરો અડધો, પાણી અને વ્યવસાય વેરો નાબૂદ કરીશું.
 • દંડ વસૂલવાની સત્તાનો દુરુપયોગ અટકાવીશું.​​​​​​​
 • દિલ્હીના મહોલ્લા ક્લિનિકની જેમ રાજકોટમાં દરેક વોર્ડમાં ક્લિનિક ઓન વ્હિલની સુવિધા ઊભી કરીશું.
 • ઝોન વાઇઝ લેબોરેટરી ઊભી કરીશું.
 • 50 બેડ સુધીની મનપા સંચાલીત નવી હોસ્પિટલો બનાવશુ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો