તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rivaba, Wife Of Cricketer Ravindra Jadeja, Said, "If I Make Bread, Rabindra Singh Makes Tea. If My Sons Do Housework, The Courtship Does Not Go Away."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિવાબાને સલામ:ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કહ્યું - હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મુકે છે, દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના 'મોટી લાખાણી' ગામમાં બહેનો સાથે પરિસંવાદ યોજ્યો

તાજેતરમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના 'મોટી લાખાણી' ગામમાં ગયા હતા. જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી એ દરમિયાન તેમણે કહ્યું હતું કે,દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે.દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. હાલ આ અંગેનો તેમનો વિડીયો વાઈરલ થયો છે.

મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે - રિવાબા
વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે.

મારા હસબન્ડ ઘરનું 50 ટકા કામ કરાવે છે - રિવાબા
મારા હસબન્ડ ઘરનું 50 ટકા કામ કરાવે છે - રિવાબા

દીકરીઓને શિક્ષણ આપવા સમાજને અપીલ કરી
વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા રાજપૂત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ પણ છે. તેમના આ વાઈરલ વીડિયોમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી રહ્યાં છે.

દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ
દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો