તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:પ્રદ્યુમન પાર્કમાં સિંહણની સર્પદંશ બાદ તબિયત સુધારા પર, ગઇકાલ સવારથી ઝેર ઉતારવા ‘ઋત્વી’ની ચાલી રહી હતી સારવાર

રાજકોટ3 મહિનો પહેલા
આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની પણ શક્યતા
  • ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી છે

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં ગત રાત્રે ખતરનાક ઝેરી સર્પ કોબ્રાએ સિંહના પાંજરામાં હુમલો કરતા સિંહણને દંશ મારતા સાડા છ વર્ષની સિંહણની સ્થિતિ ગંભીર બની હતી જે બાદ તુરંત સારવાર શરૂ કરતાં આજે તબિયત સુધારા પર જોવા મળી રહી છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં હાલ મીની લોકડાઉનના કારણે સંક્રમણ વધુ ફેલાઇ નહીં તે માટે પ્રવાસીઓને ફરવા જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રવિવારે રાત્રીના સમયે સિંહના વિશાળ અને ઉંડા પાંજરામાં એકાએક કોબ્રા નાગ ચડી આવ્યો હતો. ગમે તે કારણે આ કોબ્રાએ સાડા છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારી દીધો હતો અને તે બેભાન થઇ ગઇ હતી. જો કે સોમવારે સવારે રાબેતા મુજબ ઝુનો સ્ટાફ પાંજરામાં પહોંચતા ઋત્વીને બેભાન હાલતમાં જોતા તુરંત અધિકારીઓને જાણ કરી હતી.

‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી છે
અધિકારીઓને જાણ થતાં ની સાથે જ ઝુ ના અધિક્ષક ડો. આર.કે.હિરપરા અને ડો.ઝાકાસણીયા તુરંત પ્રદ્યુમન પાર્ક પહોંચ્યા હતા અને સિંહણને પાંજરામાંથી બહાર કાઢી તેની સારવાર શરૂ કરાવી હતી. આ ઘટનાની જાણ થતા કમિશ્નર ઉદિત અગ્રવાલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સારવાર સહિતની કામગીરી ચકાસી હતી. બપોરે આ સિંહણની હાલત ગંભીર હતી પરંતુ કોબ્રાનું ઝેર કાઢવા માટે સિંહણને સમયસર ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર શરુ કરાતા ઇન્જેકશન મારફત તેના શરીરમાંથી વધુમાં વધુ ઝેર કાઢવા પ્રયાસો કરાયા હતા જે બાદ આજે તબિયત સુધારા પર છે અને સિંહણ હલન ચલન કરો શક્તિ હોવાની માહિતી સામે આવી રહી છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની પણ શક્યતા
પ્રદ્યુમન પાર્ક આમ તો કુદરતી જંગલ જેવી જગ્યા છે. આથી કોબ્રા સહિતના સાપ ત્યાં આંટાફેરા કરતા હોય છે. ગઇકાલે પણ કોઇ રસ્તેથી કોબ્રા સિંહના પાંજરામાં ઘૂસી ગયાની શંકા છે. જોકે આ પ્રાણીઓ એકબીજાને બહુ નુકસાન કરતા હોતા નથી. પરંતુ કોબ્રા પર સિંહણનો પગ આવી જવા કે અન્ય કોઇ આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની પણ શક્યતા સેવાય રહી છે.