તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાનની ભીતિ:વરસાદ ખેંચાતા મગફળીમાં ફૂગથી ઉગસૂક રોગનો ખતરો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર વરસાદ થાય તો પાક બચી જશે

વાવણી બાદ મેઘરાજાએ રિસામણા કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાવેલું બિયારણ ઉગી તો ગયું છે, પરંતુ પાણી વિના છોડ હાલ મરવા વાંકે જીવી રહ્યાં છે. તેની વચ્ચે હવે ખેડૂતો પર વધુ એક સંકટ આવ્યું છે. મગફળીના પાકમાં ઉગતાની સાથે પાણી વિના રોગનો ભય છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ મગફળીનું વાવેતર સૌથી વધુ થયું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4.60 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. બીજી તરફ હાલ વરસાદી ખેંચથી મગફળીના પાકમાં ઉગસૂક રોગ તરખાટ મચાવી શકે તેમ છે. આ રોગ એસ્પરજીલસ નામની ફૂગથી થાય છે. જેનાથી જમીનમાં બીજ સડી જાય છે. જો જમીનમાંથી કાઢી બીજ જોવામાં આવે તો કાળી ફૂગના બિજાણુઓ તેના પર જોવા મળે છે. ફૂગના કારણે છોડના પાન પીળાશ પડતા થઈ જાય છે.

મગફળીના પાકને ઉગસૂક રોગથી બચાવો
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાના જણાવ્યા મુજબ મગફળીના પાકને ઉગસૂક રોગથી બચાવવા પિયતની સુવિધા હોય તો સમયસર પિયત આપવું જોઈએ. જો રોગની તીવ્રતા વધુ જણાય તો આંતરખેડ મુલતવી રાખવી જોઈએ. જોકે સમયસર વરસાદ થાય તો મગફળીનો પાક ઉગસૂક રોગથી બચી જાય તેમ છે. સાથે જ જો વાવેતર બાકી હોય તો વધારે ઉંડુ ન કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...