સાક્ષરતા વધતા રોજગારી ઘટી:રાજકોટમાં 100માંથી 93 શિક્ષિત બેરોજગાર, નોકરી મેળવવામાં મહિલાઓ આગળ; 100માંથી 64 પુરુષ બેરોજગાર

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્ત્રીની સાપેક્ષે પુરુષ બેરોજગારની સંખ્યા 1.8 ગણી વધુ

ગુજરાતમાં સાક્ષરતા દરમાં વધારો થઇ રહ્યો છે, પરંતુ તેની સાથે બેરોજગારી દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ધોરણ 10કે તેનાથી વધુ અભ્યાસ કરેલા લોકોને રોજગારી નહિ મળતા તેઓને શિક્ષિત બેરોજગારીની વ્યાખ્યામાં સમાવવામાં આવે છે. ગુજરાતનું રાજકોટ એક એવું શહેર છે કે જેનો વિકાસ જેટ ગતિએ થઇ રહ્યો છે અને તેની સાથે બેરોજગારના દરમાં પણ વૃદ્ધિ થઇ રહી છે.

રાજકોટનો શિક્ષણ દર 80 ટકા કરતા પણ વધુ છે, પરંતુ આ સાથે બેરોજગારી દર પણ વધુ છે. રાજકોટની રોજગાર કચેરીના ઓન રેકોર્ડ ડિસેમ્બર, 2021 સુધીના આંક મુજબ કુલ 17,644 બેરોજગારે તેમની નોંધ કરાવી છે. જેમાંથી 16,445 શિક્ષિત બેરોજગાર અને માત્ર 1,199 અશિક્ષિત બેરોજગાર છે.

રાજકોટ રોજગારી કચેરીએથી મળતા આંકડા

પુરુષસ્ત્રીટોટલ
શિક્ષિત બેરોજગાર103346,11116445
અશિક્ષિત બેરોજગાર9152841199
કુલ112496,39517644

80 ટકા કરતા પણ વધુ શિક્ષણદર રાજકોટનો છે

અશિક્ષિત બેરોજગાર કેટેગરી પ્રમાણે

કેટેગરીપુરુષસ્ત્રીટોટલ
એસસી340137477
એસટી10759166
ઓબીસી29949348
જનરલ16939208
કુલ9152841199

શિક્ષિત બેરોજગાર કેટેગરી પ્રમાણે

કેટેગરીપુરુષસ્ત્રીટોટલ
એસસી20088692877
એસટી400172572
ઓબીસી50753,0998174
જનરલ28511,9714822
કુલ103346,11116445

સ્ત્રીમાં જિનેટિક-મેનેજમેન્ટ કલા : જતિન ભરાડ
રાજકોટમાં 17,644 બેરોજગારમાંથી 11,249 પુરુષ અને માત્ર 6,395 સ્ત્રી બેરોજગાર છે. ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડના જણાવ્યા અનુસાર સ્ત્રી કરતા પુરુષની વધુ બેરોજગારી પાછળ મુખ્ય કારણ સ્ત્રીની જિનેટિક અને મેનેજમેન્ટ કલા જવાબદાર છે. મહિલાઓ ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે વધુ સંકળાયેલી હોવાથી તેઓ નાનું-મોટું કામ કરીને પણ રોજગારી મેળવી લે છે.

શિક્ષણ વ્યવસ્થા જવાબદાર : ડી.વી. મેહતા
ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતાના જણાવ્યા અનુસાર શિક્ષિત બેરોજગારી પાછળ અતિ મહત્ત્વનું અને મૂળભૂત કારણ અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે. શાળા, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડીના જ્ઞાન સાથે પ્રેક્ટિકલ જ્ઞાન ઓછું અપાય છે, તો બીજી બાજુ યુવાનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી લે છે પરંતુ રોજગારી માટે યોગ્ય પાત્રતા ધરાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...