તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચમાં શાકભાજીની આવક વધશે:માંગ વધતા રૂ. 20ના કિલો મળતા લીંબુના 60 થયા

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યાર્ડમાં સ્થાનિક શાકભાજીની આવક 30 ટકા ઘટી

છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો નીચો જતા ઠંડી ગાયબ થઈ ગઈ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પાણીના ભાવે મળતા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. આ સિવાય હાલ સ્થાનિક આવકમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે. હાલ યાર્ડમાં સૌથી વધુ ખરીદી લીંબુની થઇ રહી છે. જ્યારે સામે આવક ઓછી છે. જેને કારણે થોડા દિવસ પહેલા જે લીંબુ રૂ.20ના કિલો લેખે મળતા હતા તે યાર્ડની હરાજીમાં રૂ.60ના કિલો લેખે વેચાયા હતા.માર્ચ મહિનામાં ગુજરાતમાંથી શાકભાજીની આવક શરૂ થશે.

હાલ યાર્ડમાં ઘીસોડા, કાકડી, ટમેટાં, વટાણા વગેરે બીજા રાજ્યમાંથી આવે છે. જ્યારે શાકભાજીમાં તુવેર અને ડુંગળી બીજા રાજ્યમાં નિકાસ થાય છે. શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાના જણાવ્યાનુસાર ગત માસમાં જે ઠંડી પડી હતી. જેને કારણે સ્થાનિક શાકભાજીના વાવતેરમાં ઘટાડો આવ્યો હોવાનો અંદાજ છે. હવે નવી આવક 15 દિવસ પછી શરૂ થશે. હાલ બધા શાકભાજીમાં દેશી આવક થઇ રહી છે. વાતાવરણને હિસાબે મરચી અને ડુંગળીના પાકમાં રોગ આવ્યો છે. જેથી તેમાં નુકસાન જતા તેમનું ઉત્પાદન ગયા વખતની સરખામણીએ ઓછું થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો