તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:રાજકોટમાં વધુ એક ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું, 10 ટકાની લાલચ આપતા, 1500 લોકોનું 2થી 50 લાખ સુધીનું રોકાણ

રાજકોટએક મહિનો પહેલા
રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું.
  • આશરે 200 કરોડથી વધુનું કૌભાંડ, જો ન્યાય નહીં મળે તો રોકાણકારોની ઉગ્ર આંદોલનની ચીમકી
  • રોકાણકારોએ રેલી યોજી રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું, ન્યાય આપવા માગ કરી

રાજકોટ શહેરમાં અવારનવાર ક્રેડિટ સોસાયટી દ્વારા રોકાણકારોની બચત કરેલી મૂડી સાથે છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. હજુ ગઈકાલે રાજકોટ પોલીસે રામેશ્વર શરાફી સહકારી મંડળીના ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 5957 પેઇજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી ત્યારે આજે ફરી સમય ટ્રેડિંગ અને પરિશ્રમ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું થતા રોકાણકારો ત્રાહિમામ પોકરી ગયા છે. પરિશ્રમ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા 10 ટકાની લાલચ આપતા 1500 લોકોએ 2થી 50 લાખ સુધીનું રોકાણ કર્યુ છે. પરંતુ નાણા કે વ્યાજ ન આપી છેતપિંડી આચરતા આજે રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું.

અમારે આમ રાહ જ જોવાની છે? અમને ન્યાય નહીં મળે? -રોકાણકારો
સમય ટ્રેડિંગમાં જે લોકો રોકાણ કરતા તેને રૂ. 100ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાર કરાવી તેમજ જેટલી રકમ રોકી હોય તેનો ચેક આપતા હતા. જેમાં ઘણા લોકોએ સોનાના દાગીના પણ ગીરવે રાખ્યા હતા. આ અંગે લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી પૈસા ન પરત આવતા ચિંતામાં એક બે લોકોના અવસાન પણ થઈ ગયા છે. અમારે શું આમ રાહ જ જોવાની છે? અમને ન્યાય નહીં મળે?
તેવા સવાલો કર્યા હતા.

અમને ન્યાય નહીં મળે? -રોકાણકારો
અમને ન્યાય નહીં મળે? -રોકાણકારો

કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માગ-રોકાણકાર
આ અંગે છેતરપિંડીનો ભોગ બનનાર રૂપેશભાઈએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સમય ક્રેડિટ સોસાયટીમાં પૈસા રોકાયેલા હતા. મારા માસીનો દિકરો મૃત્યુ પામ્યો પણ પૈસા હજુ પાછા નથી આવ્યા. માણસ જતો રહ્યો પણ પૈસા નથી આવતા. કાયદેસરની કાર્યવાહી કરવા અમે માગ કરીએ છે. આશરે 200 કરોડથી વધુનું કૌભાંડ આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે.

રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું
રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું

જરૂર પડશે તો આત્મવિલોપન પણ કરશું- ફરિયાદી
અજયભાઈ વાઘેલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી અંદાજે 1500 લોકોએ બે લાખથી લઇ 50 લાખ સુધીના રૂપિયા રોક્યા હતા. દોઢ વર્ષથી નથી પૈસા પાછા આપ્યા કે નથી વ્યાજ આપ્યું, છ મહિના પહેલા આવી જ રીતે રેલી યોજી કમિશનરને આવેદન આપ્યું હતું. ત્યારે સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવના સંચાલકની ધરપકડ થઈ હતી. 10 ટકાની લોભામણી જાહેરાત આપી 50 એજન્ટો તો ઘરે-ઘરે જઇ લોભામણી સ્કીમો સમજાવે છે. અમારી CP સાહેબ પાસે માંગ કરીએ છીએ કે 10 દિવસમાં અમને ન્યાય આપે નહિતર અમે પરિવાર સાથે ભૂખ હડતાલ કરશું અને જરૂર પડશે તો આત્મવિલોપન પણ કરશું.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો