નિર્ણય:રાઈડ સંચાલકોએ માગ્યો ટિકિટ દરમાં વધારો, હરાજી 3 દિવસ મોકૂફ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાંત્રિક રાઈડની હરાજી વખતે જૂના દર 20 અને 30ને બદલે 40 અને 50 કરવા રજૂઆત, ના પડાતા સમિતિમાં રજૂઆત કરવા સમય માગ્યો

રાજકોટના લોકમેળા માટે સ્ટોલની હરાજી શરૂ થઈ છે તે દરમિયાન બે વખત હરાજી અટકાવવી પડી હતી જે પૈકી એકમાં સ્ટોલ આપી દેવાયો હતો જ્યારે રાઈડમાં ભાવવધારો માગ્યા બાદ અરજદારોએ જ હરાજી મોકૂફ રાખવાનું કહેતા 2 ઓગસ્ટે આયોજન કરાશે. લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલની હરાજી શરૂ કરતાં જ અરજદારો બોલી લગાવી રહ્યા ન હતા જેથી રિંગ થયાની શંકા જતા સ્ટોલ અપાશે જ નહિ તેવી ચીમકી ઉચ્ચારી હતી જેથી અરજદારોએ મનપસંદ જગ્યાની રાહ જોવાય છે તેવો ખુલાસો કરીને બોલી લગાવવાની શરૂઆત કરી હતી

આ રીતે લોકમેળા સમિતિએ 32 સ્ટોલની હરાજી કરીને કુલ 24.54 લાખ રૂપિયાની આવક કરી હતી જેમાં અપસેટ પ્રાઈઝ કરતા 10 હજારથી માંડી 25000 સુધી વધુ ભાવ બોલાયા હતા. શુક્રવારે યાંત્રિક રાઈડ માટે હરાજી ગોઠવાઈ હતી પણ રાઈડધારકોએ હરાજી પહેલા ભાવવધારાની માંગ કરતા કહ્યું હતું કે, નાની ચકરડીના 20 અને મોટી ચકરડીના 30 છે તેમાં વધારો કરીને 40 અને 50 રૂપિયા કરી દેવા જોઈએ કારણ કે મોંઘવારી વધી છે.

ભાવવધારા અંગેનો નિર્ણય ફક્ત સમિતિ જ કરી શકે તેથી અધિકારીઓએ માંગ ફગાવી દીધી હતી અને હરાજી શરૂ કરી હતી તેથી બધા અરજદારોએ અધિકારીઓને વિનંતી કરી હતી કે, હરાજી હાલ મોકૂફ રાખીને તેમને લોકમેળા સમિતિને રજૂઆત કરવાનો સમય આપવામાં આવે. સમિતિમાં જે નિર્ણય લેવાય તેના આધારે હરાજી કરી શકાય. આ રજૂઆતને ધ્યાને લઈને યાંત્રિક રાઈડની હરાજી 2 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...