રિક્ષાભાડામાં લૂંટ:રિક્ષાચાલકોએ STથી નાણાવટી ચોકના રૂ. 100થી વધુ વસૂલ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ અલગ- અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોએ રિક્ષા કરીને સૌથી પહેલા ઘરે પહોંચવા માટેની વ્યવસ્થા કરી હતી, પરંતુ રિક્ષાભાડામાં લૂંટ ચલાવી હતી. રિક્ષાચાલકે બસ સ્ટેન્ડથી નાણાવટી ચોક સુધી પહોંચવા માટેનું ભાડું રૂ.100 કહ્યું હતું. જ્યારે જંક્શને પહોંચવાનું ભાડું રૂ.50, સિવિલનું ભાડું રૂ.20 કહ્યું હતું. સામાન્ય દિવસોમાં જે સ્થળનું ભાડું રૂ.20 થતું હોય તેનું ભાડું રૂ.50 થી 70 સુધીનું વસૂલવામાં આવ્યું હતું. સાંજે શાકમાર્કેટમાં મેથી રૂ.60ની એક નંગ, કોથમીર રૂ.200ની કિલો, બટેટા રૂ.30ના કિલો લેખે વેચાયા હતા.

વરસાદને કારણે એસટી બસ વ્યવહાર પર અસર, અનેક રૂટ રદ
ભારે વરસાદના કારણે એસટી વિભાગે સોમવારે સવારે નદી કે ચેકડેમ ઓવરફલો થતા ગામની નજીક ભયજનક થનાર રસ્તાઓ તરફના રૂટ બંધ કરી દીધા હતા. જેમાં 150 ફૂટ રિંગ રોડ પરના બસ સ્ટેન્ડ પરથી જતી ધૂડશિયા ગામ (કાલાવડ),સમાણા ગામ (કાલાવડ - જામજોધપુર),સરપદડ ગામ (પડધરી),જીવાપર ગામ (પડધરી), ખીજડિયા ગામ (જામનગર), હકૂમતી સરવણિયા (કાલાવડ), બામણગામ (કાલાવડ) રૂટ રદ કર્યા હતા. ડેપો મેનેજરના જણાવ્યાનુસાર પરિસ્થિતિ સુધર્યા બાદ એસટી બસનો વાહન વ્યવહાર રાબેતા મુજબ થશે.

અન્ય સમાચારો પણ છે...