તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથાકૂટ:રાજકોટમાં રિક્ષાચાલક-મહિલા મુસાફરની વોર્ડન સાથે માથાકૂટ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં દિવાળીના તહેવારની ખરીદી માટે બજારમાં લોકો ઊમટી પડ્યા છે. ત્યારે શુક્રવારે સવારે પારેવડી ચોકમાં ટ્રાફિકના મુદ્દે જ રિક્ષાચાલક અને ટ્રાફિક વોર્ડન વચ્ચે માથાકૂટ થતાં મામલો તંગ થઇ ગયો હતો. પારેવડી ચોકમાં મુસાફરો સાથે પસાર થયેલી રિક્ષાને ટ્રાફિક વોર્ડને અટકાવી હતી, ટ્રાફિક વોર્ડને રોફથી રિક્ષાચાલક સાથે બોલાચાલી શરૂ કરતાં રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરે યોગ્ય રીતે વાત કરવાનું કહેતા.

જ વોર્ડન વિફર્યો હતો અને તેણે મર્યાદા ચૂકીને મહિલા સાથે પણ ઉધ્ધતાઇ કરતાં રસ્તા પર મહિલા અને વોર્ડન વચ્ચે જામી પડી હતી, ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને થોડીવાર માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. જાણ થતાં જ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો