• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Revoke Targhadia Cheap Grain Shopkeeper's License, DSO Allows Shop To Operate With Minor Penalty After License Suspended For Five Months

પરવાનો:તરઘડિયાના સસ્તા અનાજના દુકાનદારનો પરવાનો રદ કરો, પાંચ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરાયા બાદ DSOએ નજીવા દંડથી દુકાન ચાલુ કરવા દીધી હતી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ તાલુકાના તરઘડિયા ગામે સસ્તા અનાજના વેપારીની આડોડાઇ અને વજનમાં ઘાલમેલથી કંટાળેલા સરપંચ સહિતના ગ્રામજનો મંગળવારે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સસ્તા અનાજના દુકાનદારનો પરવાનો રદ કરી અન્યને આ કામગીરી સોંપવા રજૂઆત કરી હતી.આવેદનમાં એવી ઉગ્ર રજૂઆત કરી હતી કે, અમારા ગામમાં નંદાબેન પરમાર સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેઓ અંગે વારંવાર ફરિયાદો ગ્રામપંચાયતને મળેલી છે. રેશનકાર્ડ ધારકોને અનાજનો પુરવઠો ઓછો આપે છે.

અગાઉ મામલતદાર સમક્ષ થયેલી ફરિયાદમાં તપાસ બાદ કોરોનાકાળ દરમિયાન પાંચ મહિના માટે આ દુકાનને સીલ મારવામાં આવ્યું હતું.પરંતુ જિલ્લા પુરવઠા અધિકારીએ કેસ ચલાવી નજીવા દંડથી ફરીથી સસ્તા અનાજની દુકાન ચાલુ કરવાનો પરવાનો આપ્યો છે, પરંતુ ગ્રામજનોની રજૂઆત છે કે આ દુકાનદારને પરવાનો ન આપવો અને તેનો પરવાનો કાયમી ધોરણે રદ કરી અન્ય કોઇ નાગરિકને સસ્તા અનાજની દુકાન ચલાવવાનો પરવાનો આપવો.

અન્ય સમાચારો પણ છે...