રાજકોટ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના નકલી લેટરપેડ અને ભૂસ્તરશાસ્ત્રીની નકલી સહી કરીને જપ્ત કરાયેલા ટ્રક છોડાવવાના કૌભાંડમાં ઝડપાયેલા બે ટ્રકના ડ્રાઈવર અને તેના માલિકો સામે ગુનો દાખલ થયો છે અને પોલીસ તપાસમાં સાગર મહેતા નામના શખ્સે પૈસા લઈને નકલી દસ્તાવેજ બનાવ્યા હોવાનું ખૂલતા તેની શોધખોળ આદરી છે જોકે આરોપી હાથ લાગ્યો નથી આ માટે એલસીબીએ રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં દરોડા પાડીને તેના પરિવાર અને મિત્રોના ઘરે જઈને પણ તપાસ કરી છે.
આ દરમિયાન પકડાયેલા બંને ડ્રાઈવર અને 3 ટ્રક માલિકની ધરપકડ કરી હતી તેમાં તમામે જામીનની માગણી કરી હતી જોકે કોર્ટે અરજી ફગાવી દેતા જેલહવાલે કરાયા છે. બીજી તરફ બોગસ દસ્તાવેજમાં ખાણ ખનીજ વિભાગ ઉપરાંત બેંકના પણ ચલણ હતા તેથી આ ચલણ બેંકના અસલ છે કે નહિ તેના વેરિફિકેશન માટે બેંકને પત્ર લખ્યો છે અને આગામી સમયમાં ત્યાંથી જવાબ આવશે અને જો નકલી સાબિત થશે તો બેંકનો નકલી સિક્કો કેવી રીતે બનાવ્યો અને હાલ તે સિક્કો ક્યાં છે તેની પણ આકરી પૂછપરછ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.