• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Review Meeting Was Held At Rajkot With The Heads Of Khadi Organizations Under The Chairmanship Of Khadi Village Industries Commission Chairman.

સમીક્ષા બેઠક:ખાદી ગ્રામોદ્યોગ કમિશન ચેરમેનની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે ખાદી સંસ્થાઓના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • “ખાદી જેવા ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવતા રોજગારલક્ષી કાર્યક્રમને લોકલ ટુ વોકલ" નહીં પણ "લોકલ ટુ ગ્લોબલ" બનાવવાની નેમ છે”

ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન વિનયકુમાર સકસેનાએ રાજકોટના સરકીટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના ખાદી ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી.

ખાદી ગ્રામોદ્યોગ કમિશનનો એક માત્ર ઉદેશ્ય રાષ્ટ્રપિતા પૂ.બાપૂ દ્વારા ગ્રામીણ કારીગરોને ઘરઆંગણે રોજગારી પુરી પાડી તેઓના આર્થીક અને સામાજીક ઉત્થાનન સ્વપ્નને પરીપૂર્ણ કરવાનો છે, તેમ જણાવતાં કમિશનના ચેરમેન વિનયકુમાર સકસેનાએ આ માટે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસોને વર્ણવતા વધુમાં ઉમેર્યું હતું કે, દેશની તમામ મીલીટરી અને પેરા મીલીટરી ફોર્સીસના 11 લાખથી વધુ જવાનો માટેના ગણવેશ અને આનુષંગીક દરી, ચાદરો, ધાબળા જેવી ઉપયોગી વસ્તુઓ માટે સરકારે ખાદી ગ્રામોદ્યોગને ઓર્ડરો આપી પ્રોત્સાહિત કર્યા છે.

એટલું જ નહીં, પણ નવા ક્ષેત્રે કાર્ય કરવાની નીતીઓ જેવી કે લેહ લદાખના માઇનસ ડીગ્રીની ઠંડી ધરાવતા પ્રદેશમાં પણ પશ્મિનાની અવનવી શાલ અને અન્ય વસ્તુઓના ઉત્પાદન માટેની કાર્યવાહી કરાઇ છે. જેથી ઠંડી મોસમમાં પણ ત્યાંના સ્થાનિક કારીગરોને ઘર બેઠા રોજગારી મળી રહે. આમ, ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃતિ દેશના તમામ વિસ્તારોમાં સ્થાનિક કારીગરોને રોજગારી આપવા સક્ષમ છે.

આ તકે ખાદી સાથે સંકળાયેલી સંસ્થાઓના વડાઓ કામગીરી અને વિવિધ માળખાકીય અને અન્ય બાબતો વિશે વિશદ ચર્ચા કરી તેઓની સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગેની રજુઆતોને સાંભળી યોગ્ય નિકાલની ખાત્રી સાથે કમિશન ખાદી પ્રવૃતિના વિકાસ અને ઉત્તેજન માટે હરસંભવ સહાય કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું. તેઓએ ખાદીના વ્યાપક પ્રસાર માટે ખાદીને "લોકલ ટુ વોકલ" નહીં પણ "લોકલ ટુ ગ્લોબલ" બનાવવાની નેમ સાથે આધુનિક ટેક્નોલોજી સાથે કદમ મિલાવી સહિયારા પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર ખાદી સંસ્થાના અગ્રણી દેવજીભાઇ રાઠોડ અને ગોંડલ ઉદ્યોગ ભારતીના વડાએ ખાદી કમિશનના ચેરમેન વિનયકુમાર સકસેના અને સ્ટેટ ડાયરેકટર નિતેશ ધવનનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવા સાથે ખાદી પ્રવૃતિના ઉત્તેજન માટે કમિશનના પ્રયાસો અને કામગીરીને બિરદાવી હતી તથા સૌરાષ્ટ્ર વિસ્તારની ખાદી પ્રવૃતિની વિસ્તૃત માહીતી આપી પ્રવૃતીના વધુ વિકાસ માટે જરૂરી ઉપયોગી સુચનો કર્યા હતો. જેને કમિશનના ચેરમેન અને ડાયરેકટર દ્વારા આવકારી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા આશ્વસ્ત કરાયા હતા.આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી, ખાદી કમિશનના સ્ટેટ આસીસ્ટન્ટ ડાયરેકટર કનૈયાલાલ માલી, રાજકોટ ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા, સમન્વય સંસ્થા, ગોંડલ ઉદ્યોગ ભારતી સંસ્થા, સુરેન્દ્રનગરની સર્વોદય ઘરશાળા જેવી વિવિધ ખાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થાઓના વડાઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...