મુલાકાત:રેલવે બોર્ડના અધ્યક્ષ-CEOની સમીક્ષા બેઠક

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવે મુખ્યાલયની મુલાકાત લીધી

રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીત શર્માએ તાજેતરમાં ચર્ચગેટ, મુંબઈખાતે પશ્ચિમ રેલવે મુખ્યાલયની મુલાકાત લીધી. તેઓએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલ, વિવિધ વિભાગો અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધકની સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ મુખ્ય કાર્યકારી અધિકારીને એક સ્મૃતિ ચિહ્નની સાથે જ “ફિલોસોફીના સિદ્ધાંતો’ને ફ્રેમ કરીને રજૂ કર્યું હતું.

આ બેઠકમાં પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ-વિકાસ અને સિદ્ધિઓ અંગે અધ્યક્ષને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શર્માએ પશ્ચિમ રેલવેના બિઝનેસ ડેવલપમેન્ટ એકમોની કામગીરીની સમીક્ષા કરી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે તેમના સંબોધનમાં પશ્ચિમ રેલવેના પ્રયત્નો અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને અધિકારીઓને કર્મચારીઓના કલ્યાણ માટેના પગલાને વધારવા તેમજ સલામતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ જેવી કે નવી લાઇન, ગેજ કન્વર્ઝન, ડબલિંગ વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

શર્માએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત તમામ બાંધકામ પ્રોજેક્ટને ઝડપી બનાવવા અને ખર્ચના તર્કસંગતકરણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ સિવાય તેમણે ચર્ચગેટ સ્ટેશન પર નવા બંધાયેલા જાહેર ફરિયાદ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. તેમણે મોટરમેન અને ગાર્ડ માટે ચર્ચગેટ ખાતે ક્રૂ લોબી અને ટ્રાન્ક્વિલિટી રૂમની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...