કૃષિ:બેડી માર્કેટિંગ યાર્ડમાં 10 લાખ કિલો કપાસની આવક, કપાસનો મણનો ભાવ રૂ.1700થી વધુ બોલાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જણસીની આવક એક મહિનો વહેલી શરૂ થઇ

સામાન્ય રીતે દર વર્ષે લાભપાંચમ પછી માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવક થતી હોય છે, પરંતુ આ વખતે એક મહિના પહેલા યાર્ડમાં આવક શરૂ થઇ ગઇ છે. મગફળી અને કપાસની આવક પ્રારંભના સમયમાં જ 8 લાખ કિલો અને 17 લાખ કિલો થઇ રહી છે. હજુ ગત સપ્તાહમાં જ યાર્ડમાં 8 લાખ કિલો કપાસની આવક થઇ હતી. ત્યારબાદ સોમવારે ફરી નવી આવક સ્વીકારવામાં આવતા વધુ નવી 10 લાખ કિલો કપાસની આવક થઈ છે. જ્યારે ગત સપ્તાહે જે મગફળીની આવક થઈ હતી તેનો સંપૂર્ણ પણે નિકાલ થયો નથી. જ્યાં સુધી પડતર મગફળીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહિ.

યાર્ડના વેપારી- દલાલોના જણાવ્યાનુસાર ભારે વરસાદને કારણે જે ફાલ હતો તેમાં નુકસાન ગયું છે, તો ક્યાંક ભેજ પણ જોવા મળે છે. ત્યારે પાકમાં વધુ નુકસાન જાય નહિ તે માટે ખેડૂતો પોતાનો માલ વેચી રહ્યા છે. સોમવારે યાર્ડમાં 10 લાખ કિલો કપાસની આવક થઈ હતી. જેનો ભાવ અનુક્રમે રૂ.950 થી લઇને રૂ.1722 સુધી બોલાયો હતો. જ્યારે પડતર મગફળીનો ભાવ રૂ.770 થી લઇને રૂ.1136 સુધીનો બોલાયો હતો. આવક વધી રહી છે.તેની સામે બજારમાં ડિમાન્ડ હોવાથી કપાસનો ઝડપથી નિકાલ થઇ રહ્યો છે. જોકે દિવાળી પછી આવક વધવાની સંભાવના રહેશે.

અન્ય સમાચારો પણ છે...