તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરવા મજબૂર કરી:રાજકોટમાં પરિણીતાના આપઘાતના બે મહિના બાદ કોલ રેકોર્ડિંગમાં થયો ઘટસ્ફોટ, પ્રેમીએ જ 11 કરોડનો ખેલ પાડી દેવાના બોજ હેઠળ ફસાવી હતી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • પોલીસ તપાસમાં કોલ રેકોર્ડિંગના આધારે સત્ય બહાર આવ્યું

રાજકોટમાં બે માસ પૂર્વે પરિણીતાએ કરેલા આપઘાત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસે મૃતક પરિણીતાના પ્રેમી અને 3 મહિલા સહિત 4 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં મહિલાની આત્મહત્યાનું કારણ વીસી એટલે કે રોકાણ માટેની બિન સત્તાવાર સ્કિમના વિષચક્રમાં આશરે 11 કરોડ રૂપિયા જેટલી મોટી રકમમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. દેવાના બોજ હેઠળ દબાયેલી પરિણીતાએ આખરે કંટાળી આપઘાત કરી લીધો હતો.

કોલ રેકોર્ડિંગના આધારે સત્ય બહાર આવ્યું
રાજકોટમાં ભવાનીનગર શેરી નંબર 6માં રામનાથપરામાં રહેતા રંજનબેન માવજીભાઇ રાઠોડની ફરિયાદમાં એ-ડિવીઝન પોલીસને ઘાંચીવાડમાં રહેતી અસ્મા કસમાણી, ભવાનીનગર રામનાથપરામાં રહેતી સબાના, નુતનબેન ચૌહાણ અને આશાપુરા હુડકોમાં રહેતા કેતન ઉર્ફે ટીનો ભાટીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રંજનબેનની પુત્રી દેવીબેન ઉર્ફે હર્ષાએ બે માસ પૂર્વે પોતના ઘરે ઉપરના રૂમમાં ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જેમાં આપઘાત પાછળનું કારણ દેવી ઉર્ફે હર્ષાના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગના આધારે બહાર આવ્યું છે. મૃતક દેવીબેન ઉર્ફે હર્ષાબેનના પ્રેમી કેતન અને તેની સાથેની 3 મહિલાએ વીસીની લોભામણી સ્કિમમાં અનેક રોકાણકારોનું આશરે 11 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી તેમાં મૃતક દેવીને ફસાવી દેવામાં આવતા તેણીએ આપઘાત કરી લીધો હતો.

પતિ ટપુભાઈનું અવસાન થયા બાદ બીજા લગ્ન કર્યા
રંજનબેને ફરિયાદમાં વધુમાં જણાંવ્યું હતું કે તેમના પ્રથમ લગ્ન પાટણવાવના ચુડવાના ટપુભાઈ સાથે થયા હતા. જેના થકી સંતાનમાં એક પુત્ર વિક્રમ છે જે હાલ આજીડેમ ચોકડી પાસે પરિવાર સાથે રહે છે. પતિ ટપુભાઈનું અવસાન થયા બાદ બીજા લગ્ન રાજકોટના માવજીભાઇ રાઠોડ સાથે કર્યા અને તેના થકી સંતાનમા એક દિકરો અજયભાઇ હતો જે સાત વષે પૂર્વે તેની પત્ની સાથે મનમેળ ન હોય જેથી દવા પી આપઘાત કરી લીધો હતો.

હર્ષા માતા સાથે રહી રોકાણની સ્કિમનું કામ કરતી
રંજનબેનને સંતાનમાં એક પુત્રી દેવીબેન ઉર્ફે હષાબેન ઉર્ફે હકીબેન છે. જેના લગ્ન ધર્મેશભાઇ મેઘજીભાઇ ડોડીયા સાથે થયા હતા તેનો ઘરસંસાર આશરે 11 વર્ષે ચાલેલ જેને સંતાનમા બે દિકરા અનિરુદ્ધભાઇ તથા અભયભાઇ છે, જે બન્નેને તેના પિતા ધર્મેશ સાથે રહે છે. તેની સાથે રંજનબેન અને પુત્રી દેવીને કોઇ વ્યવહાર નથી. દેવીબેનનાં છૂટાછેડા થઇ જતા તે દેવીબેન ઉર્ફે હર્ષાબેનની માતા રંજનબેન સાથે રહેતી અને રોકાણની સ્કિમનું કામ કરતી હતી.

દરવાજો તોડી ખોલીને જોયું તો દેવીબેને ગળેફાંસો ખાધો હતો
મૃતક હર્ષાને તેના ભાઇના મિત્ર કેતન ઉર્ફે ટીનો સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. ગત તા.01/06/2021ના સવારના દશેક વાગ્યે રંજનબેન તથા દીકરી હર્ષાના ઘરે ભવાનીનગરમાં હતા. ત્યારે દીકરી હર્ષા ઘરમાં ઉપરના માળે ન્હાવા જવાનું કહી ઉપરના રૂમમાં ગઈ હતી. બાદમાં સાડા દશેક વાગ્યાની આસપાસ પિતરાઈ ભાઇ પરેશભાઇ ઘરે આવ્યો હતો. દીકરીને નીચે આવતા વાર લાગતા માતાએ ઉપર રૂમમાં જઇ જોયું તો રૂમનો દરવાજો અંદરથી બંધ હોય અને શંકા જતા તરત પરેશભાઇને ઉપર બોલાવેલ અને પરેશભાઇએ રૂમનો દરવાજો ખખડાવતા ખોલેલ નહીં અને અંદરથી જવાબ મળેલ નહીં. આથી પરેશે દરવાજો તોડી ખોલીને જોયું તો દેવીબેને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પ્રેમી સાથેની વાતના રેકોર્ડિંગે ભાંડો ફોડ્યો
દેવીનું મોત થયા બાદ આઠ-દસ દિવસ પછી માતા રંજનબેને દીકરીનો મોબાઇલ ચેક કરતા પ્રેમી કેતન ઉર્ફે ટીનાએ ફોન કર્યો જેનું રેકોર્ડિંગ ચેક કરી સાંભળતા જેમાં દીકરી દેવીને કેતન ઉર્ફે ટીનો કહે છે કે, તે મને ત્રણ મહિનાથી રૂપિયા આપ્યા નથી અને મારે હવે શું કરવું મારે મરવું પડશે અને હવે કોઇ બીજો રસ્તો નથી. બન્ને સાથે દારૂ પી કાર ચલાવી એક્સિડન્ટ કરી અથવા તો જેતપુરથી દવા મંગાવી પી જઇ સાથે મરી જઇએ તેવુ જણાવતો હોવાનું રેકોર્ડિંગમાં સ્પષ્ટ થયું હતું.

મૃતક મહિલા ઊંઘની ગોળીયો પણ લેતી હતી
દીકરી દેવીબેન, અસ્માબેન તથા સબાનાબેન ડ્રો કરી બધાનાં રૂપિયા ઉઘરાવતા હતા. આ રૂપિયા અસ્માબેન, સબાનાબેન તથા નુતનબેન તેની પાસે રાખતા હતા. આ રૂપીયા બધા ડ્રોનાં થઇ કુલ 11 કરોડ જેટલાં આ બધાને આપવાના થતા હતા. આ ડ્રોના જે રૂપિયા આવે છે તેના હિસાબની માહિતી અસ્માબેન કાસમાણી, સબાનાબેન, નુતનબેન ચૌહાણ તથા કેતને છેતરપિંડી કરી પડાવી લીધા હતા. આ ચારેય વીસી ચાલવતા હોય જેમાં દેવીને ફસાવી દેતા દેવીબેન છેલ્લા વીસેક દિવસથી સાવ ગુમસુમ રહેતી અને નીંદર આવતી નથી તેવી ફરિયાદ કરતી અને નીંદરની દવા લેતી હતી.