આપઘાતના બે બનાવ:રાજકોટના રેલવેનગરમાં BSNLના નિવૃત્ત કર્મચારી અને પતિએ છૂટેછેટા આપી એકલવાયું જીવન જીવતા મહિલાએ ગળાફાંસો ખાધો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મહિલાના આપઘાતથી જામનગર રહેતો પુત્ર રાજકોટ દોડી આવ્યો

રાજકોટમાં આજે આપઘાતના બે બનાવ બન્યા છે. જેમાં પહેલા બનાવમાં રેલવેનગરમાં રહેતા અને BSNLના નિવૃત્ત કર્મચારી રમેશભાઈએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે બીજા બનાવમાં ક્રિસ્ટલ મોલ પાસે રહેતા હંસાબેન પરમાર પતિએ છૂટાછેટા આપતા એકલવાયું જીવન જીવતા હતા. તેઓએ એકલવાયા જીવનથી કંટાળી ઘરે ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો.

રમેશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
રેલનગરના અમૃતપાર્ક રાધે બંગલોઝમાં રહેતા રમેશભાઈ કાનજીભાઈ નામના 55 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા. ત્યારે ગળાફાંસો ખાઈ લેતા પરિવારે 108ને કોલ કરતા ઇએનટીએ તપાસી મૃત જાહેર કર્યા હતા. રમેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ અગાઉ BSNLમાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. તેઓએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે હાલ પ્રદ્યુમનનગર પોલીસ મથકના ASI હરેશભાઈ રત્નોતરે તપાસ હાથ ધરી છે.

હંસાબેનનો પુત્ર જામનગર રહે છે
બીજા બનાવમાં ક્રિસ્ટલ મોલ પાસે આવેલા વૃંદાવન આવાસ ક્વાર્ટરમાં રહેતા હંસાબેન નવીનભાઈ પરમાર નામના 42 વર્ષના મહિલાએ પોતાના ઘરે પંખાના હુક સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસના હેડકોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે, હંસાબેનને ચાર વર્ષ પહેલાં પતિએ છૂટાછેડા આપી દેતા તેઓ એકલા રાજકોટ આવી રહેતા હતા. તેમનો પુત્ર જામનગર રહે છે. તેમના પુત્રને જાણ કરતા તે પણ રાજકોટ દોડી આવ્યો હતો.