તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જિંદગી હાર્યા:રાજકોટમાં નિવૃત ASIનું કોરોનાથી અવસાન, ક્રાઇમ બ્રાંચ, પોલીસ કંટ્રોલરૂમ, ACBમાં ફરજ બજાવી હતી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા

શહેર પોલીસના નિવૃત ASI અશોકભાઇ પન્નાલાલ ઘેલાણીનું મોડી રાત્રે કોરોનાથી અવસાન થયું હતું. અશોકભાઇનો અઠવાડિયા પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશનમાં રહી સારવાર લેતા હતા. છેલ્લા બે દિવસથી અચાનક જ તબિયત બગડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગતાં ગઇકાલે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લેતાં પરિવારજનો, સ્નેહીઓ અને પોલીસબેડામાં શોક છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે નોકરીના કાર્યકાળ દરમિયાન તેમણે ક્રાઇમ બ્રાંચ, પોલીસ કન્ટ્રોલરૂમ અને ACBમાં પ્રશંસનીય કામગીરી કરી હતી.

લોકડાઉન અને અનલોકમાં પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી
ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં જાહેર થયા બાદ રાજકોટ પોલીસ, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. રાજકોટમાં પ્રથમ કેસ પોઝિટિવ જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરવા, પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરી ક્વોરન્ટીન કરવા તેમજ લોકડાઉન અને અનલોક દરમિયાન સતત પોલીસ જવાનો અને અધિકારીઓ ખડેપગે રહેતા હતા. આ સમય દરમિયાન રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમની પણ મહત્વની ભૂમિકા રહી હતી કંટ્રોલરૂમની અંદરથી સતત CCTV કેમેરા મારફત મોનીટરિંગ કરી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવતી હતી.

એક વર્ષમાં 260 જેટલા પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત થયા
કોરોના મહામારીએ દેશ-દુનિયાને હચમચાવી નાખી છે. ગુજરાત રાજ્ય અને રાજકોટમાં પણ તેની મોટી અસર જોવા મળી છે.કોરોનાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. છતાં સંક્રમણ સતત વધતું નજર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજકોટપોલીસે શરૂઆતથી જ પ્રશંસનીય કામગીરી કરી છે. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસના 260 જેટલા પોલીસ કર્મચારી-અધિકારી કોરોના સંક્રમિત થયા છે. કોરોના મહામારી, લોકડાઉન, અનલોક અને હવે રાત્રિ કર્ફ્યુમાં પોલીસે જનતાની સુરક્ષા માટે પોતાની ફરજ નિષ્ઠા બજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો